Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

દિલ્હી મેટ્રોમાં મહિલાઓની સીટ ઉપર લાગી કોન્ડોમની જાહેરાત: લોકોએ ઠાલવ્યો આક્રોશ

બેડ પર એક કપલ ખુબ રોમેન્ટિંક અંદાજમાં જોવા મળતા ફોટો શેર કરી લોકો તેને શરમનું કારણ ગણાવે છે

નવી દિલ્હી :  દિલ્હીવાસીઓ માટે દિલ્હી મેટ્રો મુસાફરી કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. ઘણા લોકો મેટ્રો દ્વારા પોતાની સફર કરે છે. તેમાં પરિવાર, ઓફિસ જતા લોકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ પણ મેટ્રોમાં સફર કરતી હોય છે. તેવામાં મેટ્રોના એક કોચનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો સંકોચમાં મુકાયા છે.

ફોટોમાં જોઈ શકાય છે કે મેટ્રોની અંદર મહિલાઓ માટે રિઝર્વ સીટની ઉપર કોન્ડોમની જાહેરાત લાગેલી છે. તેમાં બેડ પર એક કપલ ખુબ રોમેન્ટિંક અંદાજમાં જોવા મળી રહ્યું છે. ફોટો શેર કરી લોકો તેને શરમનું કારણ જણાવી રહ્યાં છે અને ડીએમઆરસી (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન) પર નિશાન સાધી રહ્યાં છે.

પરંતુ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્રિત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આ જાહેરાતને ખોટી માની રહ્યાં નથી. ટ્વિટર પર જાહેરાતનો ફોટો શેર કરતા એક વ્યક્તિએ લખ્યું- દિલ્હી મેટ્રોની એક ટ્રેન આ જાહેરાતોથી ભરેલી છે, જે પેસેન્જર્સ માટે શરમનું કારણ બની રહી છે.

ફોટો જોઈને એક વ્યક્તિએ જવાબ આપતા લખ્યું- તેમાં શરમની શું વાત છે? કોઈપણ વસ્તુને જોવાની હંમેશા બે રીત હોય છે. એક યૂઝરે લખ્યું કે, આ શરમજનક છે. તેનાથી વધુ અનૈતિકતા શું હશે જ્યારે નાનુ બાળક પ્રશ્ન કરશે તો શું જવાબ આપશો? કોન્ડોમની જાહેરાત પર ડીએમઆરસી પર સવાલ ઉઠાવતા એક યૂઝરે લખ્યું- માત્ર રેવેન્યૂથી મતલબ ન હોવો જોઈએ. સમાજ પ્રત્યે તમારી જવાબદારી છે, જેને પૈસાથી ઉપર ઉઠી નિભાવવી જોઈએ. બીજા યૂઝરે લખ્યું- આ જાહેરાતનો ફોટો હટાવી દો જેથી સફર દરમિયાન મહિલાઓ કંફર્ટેબલ ફીલ કરી શકે.

(11:45 pm IST)