Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ફરી ઍકવાર છપરામાં ઝેરી દારૂઍ હાહાકાર મચાવ્યો ૫ લોકોના મોત

૧ અઠવાડિયાના ગાળામાં દારૂ પીવાથી મૃત્યુનો આ બીજો કેસ છે

છાપરા (સારણ), તા.૧૨ઃ બિહારમાં ઝેરી દારૂઍ ફરી ઍકવાર હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દારૂ પીવાના કારણે ૫ લોકોના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. દારૂ પીને બે લોકો ગંભીર રીતે બિમાર પડ્યા છે, જેમને સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ જિલ્લામાં નકલી દારૂ પીવાથી ડઝનેક લોકોના મોત થયા હતા. તે સમયે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી, પરંતુ થોડા દિવસો બાદ ફરી ઍકવાર દારૂ પીવાના કારણે પાંચ લોકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ મૃતકના પરિજનોઍ દારૂ પીવાની વાતને સમર્થન આપ્યું છે. આ પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. દારૂ પીવાથી મોતનો આ મામલો ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારના ભુઆલપુર ગામનો જણાવવામાં આવી રહ્ના છે. જણાવવામાં આવી રહ્નાં છે કે તમામ લોકોઍ ગુરુવારે મુચકનપુર પાસે ગેરકાયદેસર દારૂ વેચનાર પાસેથી દારૂ ખરીદ્યો હતો. દારૂ પીધા પછી ઍક પછી ઍક બધાની તબિયત બગડતી ગઈ. છેલ્લા ૨૪ કલાકમાં નકલી દારૂ પીવાથી ૫ લોકોના મોત થયા છે. ઍક જ ગામમાં ૫ લોકોના મોત બાદ સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે છાપરા સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ સ્પષ્ટ થશે.

(10:28 am IST)