Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હાર્ટ એટેક અને ગેસના દુઃખાવા વચ્‍ચેના તફાવતને ઓળખોઃ ભારે પડશે બેદરકારી

ઘણી વખત લોકો હૃદયની સમસ્‍યાઓને ગેસનો દુઃખાવો સમજી લે છે, જે જીવલેણ પરિણામો તરફ દોરી જાય છેઃ છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો થવો અને ગભરામણ થવી જેવા લક્ષણો ગેસના કારણે પણ થઇ શકે છે

નવી દિલ્‍હી,તા. ૧૨ : હાર્ટ એટેક આવે ત્‍યારે છાતીમાં તીવ્ર દુઃખાવો થાય છે, તેમજ દબાણ પણ આવે છે. ક્‍યારેક ગેસ કે અપચો હોય તો પણ છાતીમાં દુઃખાવો થઈ શકે છે. આવી સ્‍થિતિમાં મોટાભાગને છાતી થતાં દુઃખાવા પાછળનો તફાવત ખબર નથી હોતો.

ઘણી વખત લોકો હૃદયની સમસ્‍યાઓને ગેસનો દુઃખાવો સમજી લે છે, જે જીવલેણ પરિણામો તરફ દોરી જાય છે. છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો થવો અને ગભરામણ થવી જેવા લક્ષણો ગેસના કારણે પણ થઈ શકે છે.

ગેસના દુઃખાવા અને હાર્ટ એટેકના લક્ષણો વચ્‍ચે ઘણો તફાવત છે. તેને ઓળખવામાં ઘણીવાર લોકો ભૂલ કરી બેસે છે. કેટલીકવાર હાર્ટ એટેક અને છાતીના દુઃખાવા વચ્‍ચેના તફાવત સમજવો જરૂરી હોય છે. છાતીની વચ્‍ચે જ ગેસનો દુઃખાવો થાય છે અને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં ડાબી બાજુ સખત દુઃખાવો અને દબાણ આવે છે. જેથી ગેસના દુઃખાવા અને હાર્ટ એટેકમાં શું તફાવત હોય છે તે જાણીએ.

હાર્ટ એટેક એટલે શું?: હેલ્‍થલાઈન મુજબ, હાર્ટ એટેક કોરોનરી આર્ટરી ડિસીઝના કારણે થાય છે. હૃદયની નસો સુધી લોહી ન પહોંચવાને તકલીફ પડે છે. હૃદયની કાર્ટિલેજમાં બ્‍લોકેજને કારણે હૃદયની કામગીરી ધીમી પડી જાય છે અને ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ એટેક અચાનક આવે છે, જેના કારણે ઘણી વખત વ્‍યક્‍તિને સાજા થવાની તક પણ નથી મળતી. તેને કાર્ડિયાક અરેસ્‍ટ પણ કહેવામાં આવે છે.

ગેસના દુઃખાવા અને હૃદયરોગના હુમલા વચ્‍ચેનો તફાવતઃ ગેસની તકલીફમાં છાતીમાં દુઃખાવો અને બળતરા થાય છે. જયારે હાર્ટ એટેકમાં છાતીની ડાબી બાજુ તીવ્ર દુઃખાવો થાય છે. ખાલી પેટે ખાવાથી કે વધુ પડતું ખાવાથી ગેસની સમસ્‍યા થઈ શકે છે. જયારે હાર્ટની સમસ્‍યા કાર્ટિલેજમાં બ્‍લોકેજના કારણે પણ થઇ શકે છે ગેસ વધુ પડતા ધુમ્રપાન, ચા કે કોફીનું વધુ પડતા સેવનના કારણે થાય છે. જયારે હાઈ બ્‍લડપ્રેશર, ઓવરવેઈટ અને ડાયાબિટીસના કારણે હાર્ટ એટેક આવે છે. 

 

હૃદયરોગના હુમલાના લક્ષણો

  •  ભારેપણું અથવા પીડા થવી
  •  છાતીની ડાબી બાજુએ તીવ્ર પીડા
  •  બંને હાથ અને ગરદનમાં દુઃખાવો
  •  ઠંડો પરસેવો આવવો
  •  ચક્કર આવવા
  •  શ્વાસ લેવામાં તકલીફ

 

ગેસના દુઃખાવાના લક્ષણો

  •  પેટમાં દુઃખાવો
  •  પેટનું ફૂલવું
  •  છાતીમાં બળતરા
  •  એસિડ રિફલક્‍સ
  •  છાતીમાં દુઃખાવો
(10:37 am IST)