Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

શંકાના આધાર પર આરોપીને દોષિત જાહેર કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્‍થાપિત કાનૂન છે કે શંકા ભલે ગમે તેટલી મજબૂત કેમ ના હોય શંકા સાબિતનું સ્‍થાન લઇ શકે નહીં

નવી દિલ્‍હી તા. ૧૨ : સુપ્રીમ કોર્ટે હત્‍યાના એક મામલામાં એક વ્‍યક્‍તિને છોડી મુકતા કહ્યું કે કોઇ આરોપીને શંકાના આધાર પર દોષિત જાહેર કરી શકાય નહીં. પછી તે શંકા ભલે ગમે તેટલી મજબૂત કેમ ના હોય. ન્‍યાયમૂર્તિ બી.આર. ગવઇ અને ન્‍યાયમૂર્તિ પી.એસ.નરસિમ્‍હાની બેન્‍ચે કહ્યું કે એક આરોપીને ત્‍યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે જયાં સુધી તેને શંકાથી પરે દોષિત સાબિત ના કરી શકાય.

બેન્‍ચે કહ્યું કે આ સ્‍થાપિત કાનૂન છે કે શંકા ભલે ગમે તેટલી મજબૂત કેમ ના હોય શંકા સાબિતીનું સ્‍થાન લઇ શકે નહીં. આરોપીને શંકાના આધારે દોષિત સાબિત કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વર્તમાન મામલામાં અભિયોજન પક્ષ તે ઘટનાની શ્રૃંખલાને સ્‍થાપિત કરવામાં પુરી રીતે નિષ્‍ફળ રહ્યું છે. બેન્‍ચે કહ્યું કે આ મામલામાં અમે જોઈએ છીએ કે સત્ર ન્‍યાયધીશ અને ઉચ્‍ચ ન્‍યાયાલયના નિર્ણય અને આદેશ ટિકાઉ નથી. સુપ્રીમ કોર્ટ પંજાબ અને હરિયાણા ઉચ્‍ચ ન્‍યાયાલયના આદેશને પડકાર આપતી એક અપીલ પર વિચાર કરી રહ્યું હતું.

ઉચ્‍ચ ન્‍યાયાલયે એક વ્‍યક્‍તિને ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ ૩૦૨ (હત્‍યા) અને કલમ ૨૦૧ (સાબિતી મિટાવવા) અંતર્ગત દોષિત જાહેર કરતા ઉંમર કેદની સજા સંભળાવી હતી.

(1:14 pm IST)