Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કોરોનાના ૧૬,૫૬૧ નવા કેસઃ ૪૭નાં મોત

દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૨,૨૩,૫૫૭ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

નવી દિલ્હી, તા.૧૨: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૫૬૧ નવા કેસ નોંધાયા છે.  છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૦૭.૪૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૨,૨૩,૫૫૭ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી ૫,૨૬,૯૨૮ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૫,૭૩,૦૯૪  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૮,૦૫૩ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧,૨૩,૫૩૫એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૨૮ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૫૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૦૪,૧૮૯ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૮૭.૯૫ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૯૪ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૯૦ ટકા છે.

દિલ્હીમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોના વાઇરસના ૨૭૨૬ નવા કેસો નોંધાયા છે. આ પહેલાં આ વર્ષની બીજી ફેબ્રુઆરીએ કોરોનાના ૩૦૨૮ કેસો નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર ૧૪.૩૮ ટકા નોંધાયો છે. દિલ્હીમાં કોરોના કેસ વધવાને કારણે ફરી એક વાર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યકિત માસ્ક નહીં પહેરે તો તેની પર દંડ લગાડવાની જોગવાઈ પણ સરકારે કરી છે.દેશમાં અત્યાર સુધીમાં ૨,૦૭,૪૭,૧૯,૦૩૪  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૭,૭૨,૪૪૧  લોકોને રસી આપવામાં આવી હતી.

(3:47 pm IST)