Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મતદાનમાં ઇવીએમના બદલે બેલેટ પેપરના ઉપયોગ માટે થયેલી અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્‍હી,તા.૧૨ : આગામી સમયમૉ યોજાનાર ચુંટણીઓમાં ઇવીએમના બદલે બેલેટ પેપર ઉપર મતદાન યોજવા વકિલ એમ એલ શર્માએ ભારતીય સંવિધાનની જોગવાઇ ૧૦૦નો હવાલો ટાંકી કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ન્‍યાયમૃર્તિ એસ.કે. કૌલ અને એમ.એન. સુંદ્રેશની ખંડપીઠે આ અરજી ફગાવી દીધી હતી.
સમાચાર એજન્‍સી પી.ટી.આઇ . મુજબ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જન પ્રતિનિધિત્‍વ અધિનિયમની જોગવાઇનો હવાલો આપી કરવામાં આવેલી માંગણી ફગાવાઇ હતી. બંને ન્‍યાયાધીશોની ખંડપીઠે ૧૯૫૧ના અધિનિયમની ધારા ૬૧ એ ને પડકારતી આ અરજી ઉપર વિચાર કરવાની પણ મનાઇ ફરમાવી હતી.
અરજદાર વકિલ શર્માને  સુપ્રીમ કોર્ટે પુછ્‍યું કે તેઓ કોને ચુનૌતી આપી રહ્યાં છે જેના જવાબમાં શર્માએ કહ્યું કે કાનુનની ધારા ૬૧ એ ને તેઓ પડકારી રહ્યા છે. જે ઇવીએમના પ્રયોગને સ્‍વીકૃતિ આપી રહી છે. પરંતુ સંસદ દ્વારા તેને પસાર કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટ જણાવ્‍યું કે ઉપરોક્‍ત જોગવાઇને ગેરકાનુની અને અસંવૈધાનિક ઘોષિત કરવા જેવું અમને  દેખાતું નથી.

 

(4:17 pm IST)