Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઉત્તરપ્રદેશના લખનૌમાં જિલ્લા અધિકારીએ સ્‍વતંત્રતા દિવસ પર લોકોને મલ્‍ટીપ્‍લેક્‍સ સિનેમામાં નિઃશુલ્‍ક દેશભકિતની ફિલ્‍મો બતાવવાનું જાહેર કર્યુ

12 સિનેમા હોલમાં કઇ-કઇ ફિલ્‍મો બતાવવામાં આવશે તેનો સમય અને નંબરનું ટાઇમ ટેબલ જાહેર

નવી દિલ્‍હીઃ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ના અવસર પર ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં સ્‍વતંત્રતા દિવસ પર લોકોને 12 થિયેટર્સમાં નિઃશુલ્‍ક દેશભકિતની ફિલ્‍મો પ્રદર્શિત કરવાનું જિલ્લા અધિકારીએ જાહેર કર્યુ છે. સિનેમા હોલમાં જે ફિલમો બતાવવામાં આવશે તેનું સમયપત્રક જાહેર કરાયુ છે.

સ્વંત્રતા દિવસના અવસર પર ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં મફતમાં ફિલ્મો બતાવવામાં આવશે. જેના માટે લખનઉ જિલ્લાધિકારીએ નિર્દેશ આપ્યા છે. આ અંતગર્ત રાજધાનીમાં ડઝનો મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. જિલ્લાધિકારી કાર્યાલય દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમા હોલના નામે જાહેર કર્યા છે. આ સાથે જ તે સિનેમા હોલના નંબર સાથે જે ફિલ્મો બતાવવામાં આવશે તેમના નામ આપવામાં આવ્યા છે.

જિલ્લાધિકારીએ આપ્યો આદેશ

જિલ્લાધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે ''રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ 2022 પર ગત વર્ષોની માફક આ વર્ષે પણ જનપદમાં સંચાલિત મલ્ટીપ્લેક્સમાં દેશભક્તિ ફિલ્મોનું નિ:શુલ્ક પ્રદર્શન કરવામાં આવશે. ઉક્ત ક્રમમાં જનપદના મલ્ટીપ્લેક્સમાં જન સામાન્ય હેતુ હિન્દી ફીચર ફિલ્મનું નિ:શુલ્ક પ્રદર્શન પ્રથમ-આગત-પ્રથમ-આવત (First come first serve) ના આધારે કરવામાં આવશે.'

જિલ્લાધિકારીના આદેશ બાદ મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં મફતમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં કૃષ્ણા કાર્નિદાલ (આલમબાગ) સિનેમા હોલમાં 'મેચ ઓફ લાઇફ'' બતાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય તમામ સિનેમા હોલમાં રોકેટરી ફિલ્મ બતાવવામાં આવશે.

(5:14 pm IST)