Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

શશી થરૃરને ફ્રાન્સની સરકાર સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપશે

ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનને માહિતી આપી ઃ કોંગ્રેસ નેતા શશી થરૃરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન શેવેલિયર ડી લા લીજન ડી ઓનરથી સન્માનિત કરાશે

નવી દિલ્હી, તા.૧૨ ઃ ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનને માહિતી આપી હતી કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ શશિ થરૃરને ફ્રાન્સની સરકાર તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરશે.

શશિ થરૃરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'શેવેલિયર ડી લા લીજન ડી ઓનર'થી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ શશિ થરૃરને તેમના લેખન અને ભાષણો માટે આપવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે પાર્ટીના અનેક નેતાઓએ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે અભિનંદન પાઠવી રહ્યાં છે. આ તરફ શશિ થરૃરે કહ્યું હતું કે, ફ્રાંસ સાથે અમારા સંબંધોને વળગી રહેનાર, ભાષાને પ્રેમ કરનાર અને સંસ્કૃતિની પ્રશંસા કરનાર વ્યક્તિના રૃપમાં હું સન્માનિત છુ,  આ સન્માન ના લાયક સમજવા માટે હું એ લોકોનો આભારી છું.  શશિ થરૃરને અભિનંદન આપતાં લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, *હું એ જાણીને ખૂબ જ ઉત્સાહિત છું કે, થરૃરને તેમની અસાધારણ વિદ્વતા અને જ્ઞાન માટે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા શશિ થરૃર ઈતિહાસ, ફિલસૂફી અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર સારી પકડ છે. કેરળની તિરુવનંતપુરમ લોકસભા બેઠકના સાંસદ થરૃરે ૨૩ વર્ષથી સંયુક્ત રાષ્ટ્રમાં રાજદ્વારી તરીકે કામ કર્યું છે. તેઓ ઘણા અનેક કાલ્પનિક અને નોન-ફિક્શન પુસ્તકો સાથે જાણીતા લેખક પણ છે. અગાઉ ૨૦૧૦માં, સ્પેનિશ સરકારે શશિ થરૃરને રોયલ સ્પેનિશ ઓર્ડર ઓફ ચાર્લ્સ થ્રીનો એક્નોમિએન્ડા એનાયત કર્યો હતો. આ સ્પેનિશ સરકારનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

 

 

પર પહોંચી ગયું છે.

(7:36 pm IST)