Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોંગ્રેસના કાયાકલ્પ માટે કવાયત શરૂ :આઝાદને મહાસચિવ પદેથી હટાવાયા ; અનેક રાજ્યોમાં પ્રભારી પણ બદલી નાખ્યા

સુરજેવાલા મહાસચિવ પદ અને કર્ણાટકના પ્રભારી મધુસુદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ અને પ્રિયંકા ગાંધીને યુપીના પ્રભારી બનાવાયા :કેસી વેણુગોપાલને સંગઠનની જવાબદારી

નવી દિલ્હી : કોંગ્રેસની કાયાકલ્પ માટે મોટો ફેરફાર કરાયા છે  ગુલામ નબી આઝાદ પાસેથી મહામંત્રીનો પદ છીનવી લેવામાં આવ્યો છે.તે હરિયાણા રાજ્યના પ્રભારી હતા આ ફેરબદલનો સૌથી મોટો ફાયદો રાહુલ ગાંધીના વફાદાર રણદીપસિંહ સુરજેવાલાને મળ્યો છે. સુરજેવાલા હવે કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપવા માટે છ સભ્યોની વિશેષ સમિતિમાં સામેલ છે

 આ સાથે સુરજેવાલાને કોંગ્રેસના મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે. તેમને કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મધુસુદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય કેસી વેણુગોપાલને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ કોંગ્રેસના મહાસચિવોમાં મુકુલ વાસ્નિકને મધ્યપ્રદેશ, પંજાબના હરીશ રાવત, આંધ્ર પ્રદેશના ઓમાન ચાંદી, કેરળના તારિક અનવર અને લક્ષદ્વીપ, આસામના જીતેન્દ્રસિંહ, અજય માકનને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે.

(9:43 pm IST)