Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૮ વર્ષથી પતિ-પત્નીની જેમ રહેતા હતા ૨ યુવક

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : ઝઘડા બાદ આપઘાત કરી લીધો હતો

ભોપાલ તા. ૧૨ : મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જયાં પતિ-પત્નીની જેમ જીવન જીવતા બે યુવાનોએ લગ્ન કર્યા અને પોતાનુ રહસ્ય છુપાવીને બાળક પણ દત્તક લીધુ.

એક દિવસ રાતે બંને વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો અને પત્નીએ પોતાની જાતને આગ લગાવી લીધી, જેથી તે બળી ગઇ. પતિ તેને બચાવવા માટે દોડ્યો તો તે પણ બળી ગયો અને બંનેની મોત થઇ ગઇ.

મોત બાદ જયારે પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે ઘટસ્ફોટ થયો કે પત્ની મહિલા નહી પરંતુ પુરૂષ હતી. બંને યુવાન પતિ-પત્ની બનીને રહી રહ્યાં હતા.

કહેવામાં આવી રહ્યુ છે કે શુજાલપૂર નિવાસી યુવક વિક્રમને ભેંસવામાં રહેતા છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. પુરુષ યુવકનો પરિવાર માની ગયો જયારે મહિલા યુવકનો પરિવાર ન હતો, પ્રેમ લગ્ન બાદ બંને સિહોરમાં રહેવા લાગ્યા. પત્નીના રૂપમાં રહેનાર યુવકનું નામ દેવ કુંવર રાખ્યું. ૨ વર્ષ બાદ જયારે ઘરના લોકો બાળક માટે દબાવ બનાવવા લાગ્યા ત્યારે ભાઇનો દિકરો દત્તક લઇ લીધો.

૧૧ ઓગસ્ટ ૨૦૨૦માં રાત્રે પતિ-પત્નીમાં ઝઘડો થયો, પત્નીએ પોતાની જાતને આગ લગાવી દીધી તેને બચાવવાના પ્રયાસમાં પતિ પણ બળી ગયો. બંનેને હોસ્પિટલ લઇ ગયા અને પોલિસ દંગ રહી ગઇ જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. કારણકે બંને પુરુષ હતા અને પતિ-પત્નીની રીતે સાથે રહેતા હતા.

(9:37 am IST)