Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૯,૧૮,૦૦૦થી વધુ મોત

દુનિયાભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ નવા કેસઃ અત્યાર સુધી કુલ ૨.૮૬ કરોડ લોકો સંક્રમિત

નવી દિલ્હી તા. ૧૨ : દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દુનિયામાં સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, તેમાંથી બે કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં ૩.૦૨ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને ૫૬૩૮ લોકોના મોત થયા છે.

વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી ૨ કરોડ ૮૬ લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે. તેમાંથી ૯ લાખ ૧૮ હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જયારે ૨ કરોડ ૫ લાખ દર્દીઓ સાજા થયા છે. સમગ્ર દુનિયામાં ૭૧ લાખ એકિટવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે.

અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ભારતમાં કોરોના દરરોજ સૌથી કેસ સામે આવી રહ્યા છે. જો કે, હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં ૬૬ લાખ ૩૫ હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૪૪ હજાર કેસ નોંધાયા છે. ભારત દુનિયામાં કોરોના કેસ મામલે બીજા નંબરે છે.

દુનિયાના ૨૩ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં ૬૦ ટકા(૫ લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈકિસકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેકિસકો, ભારત)માં ૬૫ હજારથી વધુ મોત થયા છે.

ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ મામલે બીજા નંબર પર છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે જ ભારત બીજો એવો દેશ છે જયાં સૌથી વધુ એકિટવ કેસ છે.

દેશ

કુલ કેસ

કુલ મૃત્યુ

અમેરિકા

૬૬,૬૩૫,૯૩૩

૧૯૭,૩૯૫

ભારત

૪,૬૫૭,૩૭૯

૭૭,૫૦૬

બ્રાઝીલ

૪,૨૮૩,૯૭૮

૧૩૦,૪૭૪

રશિયા

૧,૦૫૧,૮૭૪

૧૮,૩૬૫

પેરૂ

૭૧૦,૦૬૭

૩૦,૩૪૪

કોલંબિયા

૭૦૨,૦૮૮

૨૨,૫૧૮

સાઉથ આફ્રિકા

૬૪૬,૩૯૮

૧૫,૩૭૮

મેકિસકો

૬૫૨,૩૬૪

૬૯,૬૪૯

સ્પેન

૫૭૬,૬૯૭

૨૯,૭૪૭

અર્જેટીના

૫૩૫,૭૦૫

૧૧,૧૪૮

(11:22 am IST)