Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના વાયરસ ચીને જ વ્હેતો મુકયો છે

મારી પાસે પુરાવા છે : ચીની વૈજ્ઞાનિકનો ધડાકો

બૈજીંગ, તા. ૧ર :  ચીન પર કોરોના વાયરસની ઉત્પતિ બાબતે સતત પ્રશ્નો ઉઠી  રહ્યા છે. અમેરિકાથી માંડીને યુરોપના કેટલાય દેશો આ ખતરનાક વાયરસની ઉત્પતિ માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યા છે. ત્યારે ચીનની જ એક મહિલા વાયરોલોજીસ્ટ જે ચીન સરકારની ધમકી પછી અમેરિકામાં આવીને રહી છે, તેણે કોરોના વાયરસ માનવ નિર્મિત હોવાનો દાવો કર્યો છે.

વાયરોલોજીસ્ટ લિ. મેંગ યાને કહ્યું છે કે તેની પાસે કોરોના વાયરસ માનવ નિર્મિત હોવાનું સાબિત કરવા માટે પુરતી સાબિતીઓ છે જેને તે ટુંક સકયમાં રજુ કરશે. તેણે ચીન સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે આ વાયરસ બાબતે ચીન ઘણુ બધું છુપાવી રહ્યું છે અને દાવા સાથે કહી શકુ છું કે આ ચીન ઘણું બધું છુપાવી રહ્યું છે અને દાવા સાથે કહી શકુ છું કે આ ચીન દ્વારા માનવ નિર્મિત વાયરસ છે. મારી પાસે તેની સાબિતીઓ છે અને હું તે સાબિત કરશી. લિ-મેંગે કહ્યું કે કોરોના વુહાનની મટન માર્કેટમાંથી નથી આવ્યો કેમકે એ માર્કેટ એક સ્મોક સ્ક્રીન છે, આ વાયરસ કુદરત દ્વારા નથી ઉત્પન્ન થયેલો. જયારે તેને પુછવામાં આવ્યું કે જો તે વાયરસ વુહાનની મટન માર્કેટમાંથી નથી આવ્યો તો પછી તેની ઉત્પતિ કેવી રીતે થઇ તેના જવાબમાં તેણે કહ્યું કે આ ખતરનાક વાયરસ વુહાનની લેબમાંથી આવ્યો છે. અને તે માનવ નિર્મિત છે.

તેણે ચીન સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ધમકીઓ પછી હું હોંગકોંગ છોડીને અમેરિકા આવતી રહી પણ મારી બધી ખાનગી માહિતીઓ સરકારી ડેટાબેઝમાંથી હટાવી દેવાઇ અને મારા સાથીદારોને મારા અંગે અફવાઓ ફેલાવવાનું કહેવામાં આવ્યું તેણે કહ્યું કે ચીન સરકાર મને ખોટી સાબિત કરવા જાત જાતના હથકંડાઓ અપનાવી રહી છે. અને મારા પર હત્યાના આરોપણ પણ લગાવી રહી છે પણ હું પાછળ હટવાની નથી. લિ-મેંગનું કહેવું છે કે તે કોરોના વાયરસનો અભ્યાસ કરનાર પહેલા કેટલાક વૈજ્ઞાનિકોમાંથી એક હતી.

(11:38 am IST)