Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આરબ દેશોમાં ઇઝરાયેલની ઘૂસણખોરી, મુસ્લિમો માટે નુકશાન રૂપ : રાજાણી

મહુવા,તા.૧૨ : ઼આરબ દેશમાં ઈઝરાઈલની ઘડીયે ઘડીયે ફ્લાઈટ લેન્ડિંગ તથા દુબઇમાં ઈઝરાઈલની એમ્બેસી ખોલવાની તૈયારીને મૌલાના રાજાની હસનઅલી એ કડક શબદોમાં નિંદા કરતા કહ્યું છે કે ઈઝરાઈલને આરબ દેશમા ઘૂસવા દેવાથી મુસલમાનો તેનો બીજો કિબ્લો ખાના એ કાબા થી પણ હાથ ધોઇ બેસશે  ઈઝરાઈલ જેમ મુસલમાનોના સીરિયા યમન અને ફલસ્તીનમા કતલે આમ કરી રહીયો છે તેમજ દુબઇમા તથા બીજા આરબ દેશમાં ઘુસીને પણ આરબ દેશોના મોટા મોટા દેશોની આસમાનને અડતી ઇમારતોને ખંડેરમા બદલી નાખશે જેવી રીતના યમન તથા સીરિયા અને ફલસ્તીનની હાલત થઇ ગઇ છે.

મૌલાના રાજાણીએ પોતાના દિલ્હી પાવર પર આવીને મુસલમાનોની ભોળા પણ અને સાદગી પર અફસોસ કરતા કહ્યું કે મુસલમાનો ઇન્ટરનેશન પોલિટિકસના  બલીના બકરા બનતા રેહશે મૌલાના રાજાણીએ એ પણ કહ્યું કે આખી દુનિયાના મુસલમાન પોતાના મઝહબનુ તો જ્ઞાન લે  છે પણ દુન્યવી તાલીમ થી દુરી સાથે થોડી ઘણી કટ્ટર પંથી તેને મોટું નુકસાન પોંહચાડે છે મૌલાના રાજાણી એ કહ્યુંકે આજની દુનિયામાં જેહાદનુ નામ અભ્યાસ અને તાલીમ છે જેના થી મુસલમાન પોતાની હિફાઝત કરી શકશે તેમ હસનભાઈ (નવીદિલ્હી)ની એક યાદીમાં જણાવાયું છે.

(11:38 am IST)