Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી 11 કલાક પગપાળા પહાડ- જંગલો ઓળંગી માત્ર 10 ઘર ધરાવતા અંતરિયાળ ગામની મુલાકાતે પહોંચ્યા

11 કલાક 24 કિલોમીટર પગે ચાલીને ગામમાં પહોંચ્યા :જાંગછુપ સ્તૂપના અભિષેકમાં પણ ભાગ લીધો

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ આ દિવસોમાં તવાંગ જિલ્લામાં પોતાના વિધાનસત્રા વિસ્તારમાં મુકટોના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે એક સુદુર ગામમાં લોકોની મુલાકાત કરી. તેઓ 11 કલાક 24 કિલોમીટર પગે ચાલીને આ ગામમાં પહોંચ્યા હતા. 41 વર્ષીય પેમા ખાડુ પહાડી રસ્તાઓ અને જંગલથી પસાર થતા તવાંગ જિલ્લાથી 97 કિમી દુર લુગુતાંગ ગામ પહોંચ્યા હતા. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ પર આપી હતી અને તેમણે પોતાના સફરનો વીડિયો શેર કર્યો હતો.

મુખ્યમંત્રી ખાંડુએ ટ્વીટ કર્યુ કે 16 હજાર ફુટ ઉંચી કારપુ -લા પહાડી પાર કરી 14 હજાર 500 ફીટ ઉંચાઈ પર સ્થિત લુગુથાંગ ગામ સુધી સફર ઘણો મુશ્કેલ રહ્યો હતો. આ ગામ સમુદ્રની સપાટી થી 14500 ફુટ ઉપર છે. આ ગામમાં 10 ઘરોમાં 50 લોકો રહે છે.

24 કિમીનો કપરી મુસાફરી કરી લુગુથાંગ પહોંચેલા મુખ્યમંત્રી પેમાં ખાંડુએ ગ્રામીણોની સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે સરકારી પ્રમુખ યોજનાઓની પહોંચ અંતરિયાળ ગામ લોકો સુધી સુનિશ્ચિત કરવા માટે તેઓએ લુગુંથાંગ ગામના લોકો સાથે બેઠક કરી હતી.
રોડ માર્ગથી આ ગામની સફર મુશ્કેલ છે. આ એક અદ્ભૂત યાત્રા છે કેમ કે ગામ સુધી પહોંચવા માટે કારપુ-લા પહાડ અને અનેક પ્રાકૃતિક તળાવોને પાર કરવો પડે છે.

મુખ્યમંત્રી પેમા ખાંડુએ તવાંગના ધારાસભ્ય તેરસિંહ તાશી અને ગ્રામીણો તથા તવાંગ મઠના ભિક્ષુઓની સાથે આગલા દિવસે જાંગછુપ સ્તૂપના અભિષેકમાં પણ ભાગ લીધો હતો.

(12:07 pm IST)