Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મોદીએ મધ્યપ્રદેશના ૧.૭૫ લાખ પરિવારોનો ગૃહપ્રવેશ કરાવડાવ્યો

કોરોનાકાળમાં તમામ અટકળો વચ્ચે દેશભરમાં ૧૮ લાખ ઘરોનું કામ પૂરું કરવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા.૧૨: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શનિવારે વિડિયો-કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશમાં વડા પ્રધાન ગ્રામીણ આવાસ યોજના હેઠળ બનાવાયેલાં ૧.૭૫ લાખ દ્યરોનું ઉદઘાટન કર્યું છે. આ યોજના હેઠળ દ્યર મેળવનારામાંથી ત્રણ લોકો સાથે મોદીએ વાત પણ કરી છે, જેમાં ધાર જિલ્લાના સરદારપુર ગામના ગુલાબ સિંહ, સિંગરૌલી જિલ્લાના પ્યારેલાલ યાદવ અને ગ્વાલિયર જિલ્લાના નરેન્દ્ર નામદેવ સામેલ છે.

મોદીએ કહ્યું, વડા પ્રધાન આવાસ યોજના હેઠળ એક દ્યર બનાવવામાં સરેરાશ ૧૨૫ દિવસ લાગે છે, પણ કોરોનાના સમયમાં આ યોજના હેઠળ દ્યરોને માત્ર ૪૫થી ૬૦ દિવસમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આપદાને અવસરમાં બદલવાનું આ સૌથી સારું ઉદાહરણ છે. કોરોનાકાળમાં તમામ અટકળો વચ્ચે દેશભરમાં ૧૮ લાખ દ્યરોનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

વડા પ્રધાને ઘર મેળવનારા લોકોને કહ્યું, આ વખતે આ સૌની દિવાળી અને અન્ય તહેવારની ખુશી અલગ જ હશે. કોરોનાકાળ ન હોત તો આજે આ તમારા જીવનની સૌથી મોટી ખુશીમાં સામેલ થવા માટે તમારા દ્યરનો એક સભ્ય, તમારો પ્રધાનસેવક આજે તમારી વચ્ચે હોત. આજનો કાર્યક્રમ મધ્યપ્રદેશ સહિત દેશના તમામ ઘરવિહોણા સાથીઓને એક વિશ્વાસ આપનારી ક્ષણ છે. જેમનું અત્યારસુધી કોઈ દ્યર નથી, એક દિવસ તેમનું પણ ઘર બનશે. તેમનું પણ સપનું પૂરું થશે.

આ યોજના હેઠળ ૧૨ હજાર ગામમાં ઘર તૈયાર કરવામાં આવ્યાં છે. વડા પ્રધાને ૨૦૨૨ સુધી તમામ પરિવારને તેમનું પોતાનું દ્યર હોય એવું લક્ષ્ય રાખ્યું છે. સરકારને આશા છે કે માર્ચ ૨૦૨૨ સુધી ૨ કરોડ દ્યર બનીને તૈયાર થઈ જશે.

ભાજપ ૧૭ સપ્ટેમ્બરે મોદીના ૭૦માં જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઊજવાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસે ગરીબોની યોજનાઓ બંધ કરી દીધી હતી. અને તેમનાં ૨ લાખ ૪૩ હજાર દ્યરને નામંજૂર કરીને તેમનાં માથા પરથી છત છીનવી લીધી હતી. હવે તેમને પાક્કાં દ્યરનું સુખ મળશે.

(3:31 pm IST)