Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અનલોક પછી જનજીવન સામાન્ય કરવામાં ગુજરાત મોખરે : અમિતભાઇ

રર૧ કરોડના વિકાસ કાર્યોનું ઓનલાઇન લોકાર્પણ કરતા અમિતભાઇ શાહ

અમદાવાદ, તા.૧ર : કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહે કહ્યું કે વર્તમાન સમયમાં વિકાસ કાર્યોના ઓનલાઇન લોકાર્પણ અને ભૂમિપૂજન દ્વારા ગુજરાતે એક નવી દિશા બતાવી છે. ગુજરાત સહિત આખા દેશમાં વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાતે જનોપયોગી વિકાસ કાર્યોનું અમલીકરણ કરીને માઇલસ્ટોન સ્થાપ્યો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાને વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા અમદાવાદ શહેરના લગભગ ૭૬ કરોડ રૂપિયાના તથા જિલ્લાના ૪પ કરોડ રૂપિયા સહિત કુલ રર૧ કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ભૂમિપૂજન કરતા આ વાત કહી હતી.

શ્રી શાહે અમદાવાદ જિલ્લાના બાવળા શહેર, વૈશ્ણોદેવી સર્કલ, મકરબા અને મકતમપુરા સહિત ચાર સ્થળોએ પર કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું. તેમણે કહ્યું કે ગુજરાત રાજયએ વિકાસની ગતિને જરા પણ ધીમી નથી પડવા દીધી. અનલોક પછી ગુજરાતમાં વિજળીનો વપરાશ, ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને સ્ટાર્ટઅપના આંકડાઓ દર્શાવે છે કે જનજીવનને સામાન્ય બનાવવામાં ગુજરાત દેશમાં સૌથી મોખરે છે. તેમણે કહ્યું કે રાજયના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે પરિસ્થિતિનો સામનો કરવામાં ઉત્કૃષ્ટકાર્ય કર્યું છે.

(3:35 pm IST)