Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

હરામી ચીન દર વર્ષે ૧૦૦ વાર એલએસીનો ભંગ કરે છે

મેક મોહન રેખા ઇતિહાસની ભુલઃ બ્રિટીશ શાસકોએ અરૂણાચલના તવાંગ અને દક્ષિણ તિબેટને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો

નવી દિલ્હી તા. ૧ર : ભારત ચીન સરહદ બાબતે ખરેખર વિવાદ શું છ ેમેકમોહન  રેખા અને પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)બાબતે ચીને છેલ્લા લગભગ૧૦૦ થી વધારે વર્ષોથી કેટલાય ફુટનીતીક ષડયંત્રો ચલાવ્યા છે. સરહદનો વિવાદ ઇતિહાસની ભુલોને લીધે છે. આ ઉપરાંત સ્વતંત્ર ભારતની સરકરોની ઢીલી નીતીના કારણે સરહદ ભૂલભૂલામણી બની ગઇ છે.

તત્કાલિન ભારતીય બ્રિટીશ સરકારમાં વિદેશ સચિવ સર હેનરી મેકમોહને ૧૯૧૪માં મેકમોહન રેખા બનાવી હતી.તેઓ બ્રિટન (ભારત), ચીન અને તિબેટ વચ્ચે શીમલા સંમેલનના મુખ્ય વાર્તાકાર હતા ત્યારે ચીન તરફથી કોઇ પ્રતિનિધિ ઓફીશ્યલ રીતે હાજર નહોતો રહ્યો. બ્રિટીશ શાસકોએ અરૂણાચલના તવાંગ અને દક્ષિણ તિબેટને ભારતો હિસ્સો ગણાવ્યો હતો જેમાં તિબેટની પણ સંમતિ હતી ૧૯૩પ માં સર્વે ઓફ ઇન્ડિયાના નકશામાં મેકમોહન રેખાને ઓફિશ્યલી પ્રકાશિત કરાઇ છે.

કોમ્યુનીસ્ટ ક્રાંતી પછી ચીને વિસ્તારવાદી વલણ ઉગ્ર બનાવ્યું તિબેટને કયારેય સ્વતંત્ર દેશ ન માનનારા ચીનેે ૧૯પ૦  સુધીમાંં સંપૂર્ણપણે તિબેટ પર કબ્જો જમાવી લીધો તિબેટીયનોએ મોટી સંખ્યામાં પોતાનો દેશ છોડવો પડયો કેટલાયે ભારતમાં શરણ લીધુ ચીની રાષ્ટ્રપતિ ચાઉઓન બાઇએ ૧૯પ૯ માં નેહરૂને પત્ર લખીને પહેલી વાર એલએસીનો ઉલ્લેખ કરીને મેકમોહન રેખાને રદ કરી જેહરૂએ એલઓસીની ચીની વ્યાખ્યિાને નકારીને ર૭ કિ.મી.ના ભારતીય વિસ્તારમાંથી પાછા હટવાની ના પાડી દધી હતી.

(3:37 pm IST)