Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભારતીય લશ્કર પહેલા પાછુ હટે : સરહદે સૈનિકોની વાપસી અટકી : બેંગોંગ સરોવરના કિનારા ઉપર તોપ, ટેન્કો અને સૈન્યોની સંખ્યામાં મોટો વધારો : ચીની સૈનિકોની સંખ્યા વધીને ૭૦ થી ૮૦ હજારએ પહોંચી : ભારતના ૫૦ હજાર જવાનો ખડેપગે

જમ્મુ (સુરેશ ડુગ્ગર) :  લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર ટેન્શન ઓછુ કરવા માટે સૂત્રીય સમજૂતી છતા ચીની લશ્કરે બેંગોંગ સરોવરના કિનારાઓ પર આવેલ પહાડો ઉપર ટેન્કો અને તોપોનો મોટી સંખ્યામાં વધારો કર્યો છે . 'પહેલા તમે પાછા હટો'ની વાત ઉપર લડાક સરહદે સૈનિકોની વાતથી અટકી હોવાનું જાણવા મળે છે . સમજૂતી થવા છતા ડીન કહે છે કે પહેલા ભારતીય સૈનિકોએ પહાડો ઉપરથી પાછા હટે જેના ઉપર ભારતીય લશ્કરે કેટલાક દિવસો પહેલા મોરચાબંધી કરી છે . ચીની લશ્કરે લેક ટોપ હીલના આસપાસના વિસ્તારોમાં પણ લશ્કરનો ખડકલો કર્યો છે .

          બેંગોંગ સરોવરના કિનારે ફીંગર પર્વતીય વિસ્તારની પાછળ ચીનાઓએ તેમના લશ્કરનો હેડકવાર્ટર પણ બનાવી નાખ્યુ છે . ભરોસાપાત્ર સૂત્રો ઉપર વિશ્વાસ કરીએ તો પૂર્વી લડાક સેકટરમાં લાઈન ઓફ એકચ્યુલ કન્ટ્રોલના વિવાદીત સ્થળો ઉપર ચીની સૈનિકોની સંખ્યા વધીને ૭૦ થી ૮૦ હજારે પહોંચી છે જયારે ભારતે પણ ૫૦ હજાર જવાનો તૈનાત કરી દીધા છે . ભારતીય લશ્કરે ફીંગર ૪ની આજુબાજુ તારની વાળ કરીને મોરચો બનાવવાથી ભયભીત બનેલ ચીની લશ્કરે અહિં સંખ્યા વધારી દીધી છે . વિસ્તારમાં સ્થિતિ એવી છે કે બંને લશ્કર આમને-સામને છે અને કઈ ઘડીએ શું બને તે કોઈ કહી શકે તેમ નથી.

(5:32 pm IST)