Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દેશની આર્થિક નીતિની ટિકા કરનારા ૫ કર્મીને ઠાર કરાયા

ઉ. કોરિયામાં સરમુખત્યારનું વધુ એક કારસ્તાન : આર્થિક મંત્રાલયના ૫ કર્મચારીઓએ કિમ જોંગ સરકારે ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરવો જોઈએ એમ કહ્યું હતું

પ્યોગયાંગ, તા. ૧૨ : ઉત્તર કોરિયાએ તેના આર્થિક મંત્રાલયના પાંચ કર્મચારીઓને ઠાર માર્યા છે. લોકોનો દોષ એટલો હતો કે તેઓ સરમુખત્યાર કિમ જોંગ ઉનની નીતિઓની ટીકા કરી હતી. એવું માનવામાં આવે છે કે કિમ જોંગની ફાયરિંગ સ્કવોર્ડે કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ એક પાર્ટી દરમિયાન દેશના અર્થતંત્રની ચર્ચા કરતી વખતે ઔદ્યોગિક ફેરફારોની જરૂરિયાત હોવાનું કહ્યું હતું.

ઘટના ૩૦ જુલાઈની હોવાનું મનાય છે. અધિકારીઓએ સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આને કારણે ઉત્તર કોરિયા વિશ્વનો સૌથી ગરીબ દેશ બની ગયો છે. જ્યારે અધિકારીઓની વાત કિમ જોંગ સુધી પહોંચી ત્યારે તેઓને એક મીટિંગ માટે તેમને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગુપ્ત પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ડેઇલી એનકેના રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ દેશ માટે જરૂરી વિદેશી સહયોગ અંગે ચર્ચા કરી હતી. માહિતી મળતાં કિમ જોંગે તપાસ હાથ ધરી હતી. તે પછી, મીટિંગ બોલાવીને તેમની વાતની કબૂલાત કરાવવામાં આવી અને પછી તેમને ગોળી મારી દેવાઈ. તેમના પરિવારોને યોદિઓકના કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દરમિયાન કિમ જોંગની તબિયતને લઈને ઘણી અટકળો થઈ હતી. એવું કહેવામાં આવે છે કે તે કોમામાં છે અથવા તેનું મૃત્યુ થયું છે. તેની બહેન કિમ યો જોંગને સત્તા આપવાના અહેવાલો પણ આવવા લાગ્યા.

જો કે, તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કિમની તબિયત સારી છે અને કોઈએ પણ તેમને ઓછા આંકવા.

(7:32 pm IST)