Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સમાજ વિરોધી-દેશ વિરોધી લોકો દ્વારા 'અકિલા' ના નામે ખોટી અફવા સોશ્યલ મિડીયામાં વાયરલ કરવામાં આવી રહેલ છે :  સાયબર સેલમાં ફરીયાદ દાખલ

સમાજ વિરોધી-દેશ વિરોધી લોકો દ્વારા 'અકિલા' ના નામે ખોટી અફવા સોશ્યલ મિડીયામાં વાયરલ કરવામાં આવી રહેલ છે :  સાયબર સેલમાં ફરીયાદ દાખલ

અમારા નામથી કોઇ વિધ્નસંતોષી અને સમાજ વિરોધી લોકો દ્વારા મલીન ઇરાદાથી ખોટી અફવા સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવી રહેલ છે. તેની વિરૂદ્ધ અમે રાજકોટ સાયબર ક્રાઇમ ડીપાર્ટમેન્ટમાં વિધીસરની ફરીયાદ કરેલી છે. પોલીસ ધોરણસર કાર્યવાહી કરી રહેલ છે.

અમારા નમ્ર સુજ્ઞ વાંચકોને વિનંતી છે કે આવા પાયાવિહોણા અમારા નામથી વાયરલ થતા મેસેજથી ભ્રમિત થવું નહિ.

અમારા નામથી પ્રસિધ્ધ થતા કોઇપણ સમાચાર વિશે કોઇને ખરાઇ કરવી હોય તો આ સાથેના  નંબર 0281-2445354 પર કોલ કરવા વિનંતી. આભાર વાંચક મિત્રો.

- અકિલા મેનેજમેન્ટ, રાજકોટ

(12:07 am IST)