Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થઈ : મોડી રાત્રે ફરી દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા

આ પહેલા તેમનો કોરોના રિપોર્ટ 14 ઓગસ્ટે નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાય હતી

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમિત શાહને ફરી એક વખત દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહને ફરીથી મોડી રાત્રે 11 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. જોકે, ગૃહ પ્રધાન અમિત શાહને સારવારના કારણે કોરોના નેગેટિવ મળ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે ફરી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શનિવારે રાત્રે 11 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ સાથે સૂત્રો કહે છે કે અમિત શાહ કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી તેઓ આજે ફરી શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. એઈમ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે, " શ્રી અમિત શાહ થોડો સમય હોસ્પિટલમાં રોકાઈ જાય એટ્લે નીરીક્ષણ હેઠળ તેમની સારવાર કરી શકાય."

જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. આ પછી, તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોની ટીમે તેમની સારવાર કરી હતી. લગભગ બે અઠવાડિયામાં શ્રી શાહે કોરોનાને હરાવ્યો અને તેમનો કોરોના રિપોર્ટ 14 ઓગસ્ટે નેગેટિવ આવ્યો હતો. આ પછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેમને ઘરના એકાંતવાસમાં થોડો સમય રહેવાની સલાહ આપવામાં આવી હતી.

જો કે, થોડા દિવસો પછી, શ્રી શાહની તબિયત ફરી કથળી હતી અને તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને હળવા તાવની ફરિયાદ હતી. જે બાદ તેમની સારવાર એઈમ્સમાં કરવામાં આવી હતી. લગભગ 12 દિવસની સારવાર બાદ તેને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, આજે ફરી એકવાર શ્રી શાહની તબિયત લથડતાં તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(2:15 am IST)