Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

આજે બપોરે 3 વાગ્યા ગુજરાત ના નાથની જાહેરાત થશે

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ઘરે નેતાઓની બેઠક : કમલમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગાંધીનગર : ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન ઉપર બેઠક મળી છે અને હવે બધા ગાંધીનગર માં કમલમ તરફ રવાના થયા છે,આજે બપોરે 3 વાગ્યા બાદ ગુજરાત ના નેક્સ્ટ સીએમ નું નામ જાહેર થઈ જશે ગાંધીનગર માં આજે આ માટે ધારાસભ્ય દળ ની મહત્વ ની બેઠક અગાઉ સીઆર પાટીલના ઘરે નેતાઓની બેઠક મળી હતી અને આગામી રૂપરેખા અંગે ચર્ચા થઈ હતી.

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ જોવા મળી રહી છે અહીં પોલીસની લગભગ 20થી વધારે ગાડીઓ આવી પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠક બાદ કાલે રાજ્યપાલ પાસેથી સમય માંગવામાં આવશે. ગાંધીનગર માં રાજકીય માહોલ ચરમસીમા ઉપર છે લોકો નું ધ્યાન નવા સીએમ અને નવા મંત્રીમંડળ તરફ છે ઉત્સુકતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:38 am IST)