Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગુજરાતના નવા સીએમ માટે ધારાસભ્ય દળની બેઠક ત્રણ વાગ્યાની આસપાસ મળવાની છે ત્‍યારે બીજી બાજુ નીતિનભાઇ પટેલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવતા નવી અટકળોનો દોર શરૂ થયો છે : શું નીતિનભાઇ પટેલને મુખ્‍યમંત્રી બનાવાશે ?

ગાંધીનગર : ગુજરાતના નવા સીએમ માટે ધારાસભ્ય દળની બેઠક બપોરે ત્રણ વાગ્યાની આસપાસ યોજાવાની છે. આ વચ્ચે એવા સમાચાર મળી રહ્યાં છે કે, નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેથી નવી અટકળો શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ તમામ ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે.

તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. ધીરે ધીરે મંત્રીઓનો કાફલો કમલમમાં પહોંચી રહ્યો છે.

(12:49 pm IST)