Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

53 વર્ષ બાદ બ્રિટનની એમા રાદુકાનૂએ કેનેડાની લેલાહ ફર્નાંડીઝને હરાવીને મહિલા સિંગલ યુએસ ઓપન પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો

રાદુકાનૂએ ફર્નાંડીઝને 6-4, 6-3થી હરાવી હતી : 150મા સ્થાને રાદુકાનૂ અને ફર્નાંડીઝ 73મા રેન્કિંગની ખેલાડી છે.

મુંબઇ : બ્રિટનની એમા રાદુકાનૂએ કેનેડાની લેલાહ ફર્નાંડીઝને હરાવીને મહિલા સિંગલ યુએસ ઓપન ખિતાબ જીતી લીધો છે. માત્ર 18 વર્ષની એમા રાદુકાનૂએ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. તેણે ફાઈનલમાં કેનેડાની લેલાહ ફર્નાંડીઝને હરાવી હતી જે તેના જેટલી ઉંમરની જ છે. રાદુકાનૂએ ફર્નાંડીઝને 6-4, 6-3થી હરાવીને ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પર કબજો કરી લીધો હતો.

બંને ટીનેજર્સ પહેલી વખત જ ફાઈનલ રમી રહી હતી અને વર્ષના અંતમાં ગ્રાન્ડ સ્લેમને નવો વિજેતા મળી જ ગયો. 150મા સ્થાને રહેલી રાદુકાનૂ અને ફર્નાંડીઝ 73મા રેન્કિંગની ખેલાડી છે.

1977માં વિંબલડનમાં વર્જીનિયા વેડ બાદ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતનારી રાદુકાનૂ પહેલી બ્રિટિશ મહિલા છે. તે 2004માં વિંબલડનમાં મારિયા શારાપોવાના 17 વર્ષના હોવા બાદથી મહિલા ખિતાબનો દાવો કરનારી સૌથી ઓછી ઉંમરની ખેલાડી પણ છે.

રાદુકાનૂ પેશેવર યુગમાં ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચનારી પહેલી ક્વોલિફાયર છે. પોતાની બીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમી રહેલી રાદુકાનૂએ યુએસ ઓપનમાં અત્યાર સુધીમાં પોતાના તમામ 18 સેટ જીત્યા છે. તેમાં ક્વોલિફાઈંગ દોરની 3 અને મુખ્ય ડ્રોની 6 મેચનો સમાવેશ થાય છે. રાદુકાનૂને મુખ્ય ડ્રોમાં પહોંચવાની આશા નહોતી પરંતુ તેણે આજે ફાઈનલ પોતાના નામે કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

(3:21 pm IST)