Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

મુખ્યમંત્રી બન્યા પહેલાની ગણતરીના કલાકમાં બોપલમાં ભુપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી આવ્યા

ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેતા પહેલા બોપલમાં વૃક્ષારોપણ કરવા ગયા હતા.

અમદાવાદ :શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને આજે સત્તાવાર રીતે ગુજરાતના મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે પણ ભુપેન્દ્ર પટેલની સાદગીનો પરિચય જુઓ કે, આજે તેઓ કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેતા પહેલા બોપલમાં વૃક્ષારોપણ કરવા ગયા હતા. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એના ગણતરીના કલાક પહેલાં રવિવારે સવારે બોપલમાં વૃક્ષારોપણ કરી આવ્યા હતા. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેતા પહેલાં ભુપેન્દ્ર પટેલ બોપલમાં વૃક્ષારોપણમાં હાજરી આપી હતી.

(5:36 pm IST)