Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ઝોમેટોએ કરિયાણાની ડિલિવરી સર્વિસ છોડી દીધી : હવે ગ્રોસરીની ડિલિવરી સર્વિસ નહીં મળે

ફૂડ ટેક પ્લેટફોર્મે તેની તાજેતરમાં શરૂ કરાયેલી કરિયાણાની ડિલિવરી સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી :  ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટોએ કરિયાણાની ડિલિવરી સર્વિસ છોડી દીધી છે. હવે તમને ઝોમેટોની એપ પર ગ્રોસરી ડિલિવરી સર્વિસ નહીં મળે. ઓર્ડર પરિપૂર્ણતામાં ગેપ, નબળા ગ્રાહક અનુભવ અને હરીફોની વધતી સ્પર્ધાને કારણે ફૂડ ટેક પ્લેટફોર્મે તેની તાજેતરમાં શરૂ કરાયેલી કરિયાણાની ડિલિવરી સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની 15 મિનિટમાં એક્સપ્રેસ ડિલિવરીનું વચન આપી રહી હતી

(6:36 pm IST)