Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ભુપેન્દ્રભાઈ પટેલે રાજભવનમાં તેમના નેતૃત્વની નવી સરકાર રચવા કરવા માટેનો દાવો કરતો પત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો

કાર્યકારી મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ,સાંસદઓ ઉપસ્થિત

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી વિધાયક દલ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય  ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને  રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની  રચના  માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે  કાર્યકારી મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી,ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ  ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદ ઓ  અને રાજ્ય સરકારના  કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(6:44 pm IST)