Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

યુવાનોએ સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરવું જોઈએ : દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે : વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સેલન્સ, હૈદરાબાદના 22 મા સ્થાપના દિવસે ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમનાનું મનનીય ઉદબોધન

હૈદરાબાદ : વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સેલન્સ, હૈદરાબાદના 22 મા સ્થાપના દિવસ નિમિતે ઉપસ્થિત ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ માનનીય ઉદબોધન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે યુવાનોએ સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરવું જોઈએ .દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે .

તેમણે ઉમેર્યું હતું કે સ્વામી વિવેકાનંદે ભારતનું બંધારણ ઘડાયું  તેના ઘણા સમય પહેલા ધર્મનિરપેક્ષતાની હિમાયત કરી હતી . સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા કે ધર્મ અંધશ્રદ્ધા અને જડતાથી ઉપર આવે. ધર્મનો સાચો સાર સહિષ્ણુતા અને અન્યોની ભલાઈ કરવામાં છે.  તેમના ઉપદેશોએ ભારતને એવા સમયે ફરી ચર્ચામાં લાવ્યું હતું જ્યારે તે માત્ર પશ્ચિમી દેશોની વસાહત તરીકે જાણીતું હતું.

શ્રી એન.વી.રમનાએ આ તકે આઝાદીની લડતમાં શહીદી વહોરનાર ભગતસિંહ સહિતના યુવાનોને યાદ કર્યા હતા.ઉપરાંત 1893 માં શિકાગો ખાતે આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કરેલા ઉદ્બોધનને યાદ કરી ભારતના પ્રાચીન વારસાને ઉજાગર કરી યુવાનોને પ્રેરણા આપતા ઉપદેશને યાદ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)