Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

પાકિસ્તન અફઘાનિસ્તાન પર પોતાનો કંટ્રોલ ઈચ્છે છે?

ISI ચીફે ચીન સહિત ઘણા દેશો સાથે કરી બેઠક : અફઘાન પર તાલિબાનનો કબજો થયા બાદથી પાકિસ્તના તેના પર પોતાની પકડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે

નવી દિલ્હી,તા.૧૨ : અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદથી પાકિસ્તના તેના પર પોતાની પકડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પંજશીર ઘાટીમાં થયેલા હુમલાના આરોપ પણ પાકિસ્તાન પર લાગ્યા. ત્યારબાદ હવે પાકિસ્તાન ઇન્ટર-સર્વિસેઝ ઇંટેલિજેન્સના ડાયરેક્ટર જનરલ ફૈજ હમીદે શનિવારે ઇસ્લામાબાદમાં ચીન અને રશિયા સહિત ઘણા દેશોની ગુપ્તચર એજન્સીઓના પ્રમુખો સાથે મીટિંગ કરી. આ મીટિંગમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. જોકે આ મીટિંગની બંને તરફથી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. પરંતુ આ મામલાના જાણકારોએ કહ્યું કે આઈએસઆઈ, ચીન, રશિયા, ઇરાન અને ઉઝ્બેકિસ્તાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના ઇંટેલિજેન્સ વિભાગોના પ્રમુખો આ મીટિંગમાં સામેલ થયા.  પાકિસ્તાન એવા સમયે ઇન્ટરનેશનલ સપોર્ટ માંગી રહ્યું છે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની કબજો થઇ ગયો છે અને ત્યાં નવી સરકારની રચના થવા જઇ રહી છે.

            અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં થયેલા હુમલામાં મદદ કરવ અમાટે વ્યાપક ટીકા વચ્ચે પાકિસ્તાની આઈએસઆઈ ચીફે રશિયા અને ચીન સહિત ઘણા દેશોના ઇંટેલિજેન્સ પ્રમુખોની સાથે મુલાકાત કરી. આ બેઠકમાં કાબુલમાં ચાલી રહેલા માહોલ વચ્ચે રાજકીય અને આર્થિક મુદ્દે વાત થઇ. પાકિસ્તાન અફઘાનિસ્તાન પર કંટ્રોલ કરવાની ફિરાકમાં છે.  પાકિસ્તાની સમાચાર ચેનલ સમા ટીવીના અનુસાર આ મીટિંગમાં અફઘાનિસ્તાનની સુરક્ષા નીતિ પર ચર્ચા કરવામાં આવી અને આ બેઠકમાં આવેલા પ્રસ્તાવો પર બધાએ પોતાની સહમતિ નોંધાવી છે. આ મામલે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી, જેથી તેમની મંશા પર સંદેહ થાય છે. થોડા દિવસો પહેલાં આઈએસઆઈના ચીફે અફઘાનિસ્તાનની મુલાકાત કરી હતી ત્યારબાદ તાલિબાને ત્યાં વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી. તમને જણાવી દઇએ કે પોતાની વચગાળાની અંતરિમ સરકારની રચનાની જાહેરાત કરે છે. જેના શપથ ગ્રહણ ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ થવાના હતા. પરંતુ ૯/૧૧ ના ૨૦ વર્ષ થવાના કારણે તાલિબાન પર આંતરરાષ્ટ્રીય દબાણના લીધે શપથ ગ્રહણ થઇ શક્યા નહી. તો બીજી તરફ તાલિબાને શપથ ગ્રહણ ન થવાનું પૈસાની બરબાદી ગણાવ્યું છે.

(7:27 pm IST)