Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

દાદા તરીકે ઓળખાતા નવા મુખ્યમંત્રી રાજભવનથી સીધા ત્રિમંદીર દર્શને પહોંચ્યા : દાદા ભગવાનના છે અનન્ય ભક્ત

ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદાભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા

અમદાવાદ :  ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથ ગ્રહણ કરનાર ભૂપેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ ખુબ જ અલગ છે. તેઓના નામની જાહેરાત થતાની સાથે જ ન માત્ર ગુજરાતની જનતા પરંતુ ભાજપના ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ દાદાભગવાનના અન્ય ભક્ત છે. અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકેની ઓળખ ધરાવે છે.

તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે. જો કે તેમ છતા પણ તેઓ પોતાના સૌમ્ય સ્વભાવના કારણે દરેક પક્ષ સાથે તાલમેલ સાધીને ચાલે છે.

 

ભૂપેન્દ્ર પટેલનો એક તકીયા કલામ છે કે મારો કોઇ દુશ્મન જ નથી. તેઓ હંમેશા દરેક પક્ષ સાથે સુમેળ સાધીને ચાલવા માટે પંકાયેલા છે. તેઓ રાજ્યપાલને મળ્યા બાદ સીધા જ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યાં હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદાભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા. દાદા ભગવાનમાં તેઓ અનન્ય આસ્થા ધરાવે છે. તેના કારણે જ લોકો તેમને ભૂપેન્દ્ર દાદા તરીકે જ ઓળખે છે.

(8:04 pm IST)