Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

શિવસેના રાજ્યની તમામ સીટો ઉપર ચૂંટણી લડશે

યુપીમાં યોગીને ટક્કર આપશે : યુપીની ૪૦૪ સીટ પર આગામી વર્ષે ચૂંટણી યોજાશે, સંજયરાઉતે ગોવામાં ૨૦થી વધુ સીટ પર ચૂંટમી લડવાની વાત

મુંબઈ,તા.૧૨ : શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે, તેમની પાર્ટી ઉત્તરપ્રદેશમાં આશરે ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડશે. શનિવારે આવેલી માહિતી અનુસાર, શિવસેના યુપીની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કરશે. યુપીની ૪૦૪ સીટ પર આગામી વર્ષે ચૂંટણી યોજાશે. જ્યારે રાઉતે ગોવામાં ૨૦થી વધુ સીટ પર ચૂંટમી લડવાની વાત કરી હતી. ગુજરાતના સીએમ વિજય રૂપાણીના રાજીનામા પર રાઉતે કહ્યું કે, અહીં ભાજપની આંતરિક મામલો છે. તો જ્યાં શિવસેનની ઉત્તરપ્રદેશની કાર્યકારિણીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો.

    જે પ્રમાણે યુપીની તમામ સીટ પર શિવસેના ચૂંટણી લડશે. અને સંજય રાઉત કહે છે કે, ૧૦૦ સીટ પર જ ચૂંટણી લડશે. દારુલશફામાં થયેલી બેઠકમાં ઉત્તરના શિવસેના પ્રમુખ અનિલ સિંહે કહ્યુ કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર બ્રાહ્મણો સાથે અન્યાય કરી રહી છે. શિવસેનાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, યુપીના બીજેપી શાસનમાં સ્વાસ્થ્ય સુવિધા અને શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે. બેરોજગારી અને મોંઘવારીથી જનતા ત્રસ્ત થઈ ચુકી છે. દેશમાં આગામી સમયમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવનારી છે. જેને લઈને અત્યારથી રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. રાજકીય પંડિતો પણ અનુમાનો લગાવી રહ્યા છે. નવા નવા સર્વેથી પાર્ટીઓ સક્રિય બની છે. ત્યારે હવે સૌથી મોટી નજર કઈ પાર્ટી કેવો દમ દેખાડે છે. તેના આધારે નક્કી કરશે, આવનારા સમયમાં કોણ સત્તા પર રહેશે અને કોણ બહાર જશે.

(9:27 pm IST)