Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સ્વીસ બેન્કનો મોટો નિર્ણય :ભારતમાં રિયલ એસ્ટેટના મોટા માથાઓના નામ જાહેર કરશે

રિયલ એસ્ટેટમાં કાળી કમાણી કરનારની હવે ખેર નથી: સ્વીસ બેન્ક આવતા મહિને ભારતને સોંપશે ડેટા

નવી દિલ્હી :  રિયલ એસ્ટેટમાં કાળી કમાણી કરનારાના નામ સ્વિસ બેન્ક જાહેર કરશે સ્વિસ બેન્કના અધિકારીઓએ જણાવ્યું કે સ્વિસ બેન્કમાં ગુપ્ત ધન રાખનાર રિયલ એસ્ટેટના ખેરખાઓના નામ પહેલી વાર ભારતને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે સ્વિઝરલેન્ડ દ્વારા જે પણ ડેટા આપવામાં આવશે તેમાં ભારતીય નાગરિકોને ત્યાંની રિયલ એસ્ટેટની પ્રોપર્ટી અને આ પ્રકારે થયેલી સંપત્તિની કમાણીના ડેટા આપવામાં આવશે. 

કાળા નાણાં સામેની લડાઈમાં તેને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સ્વિસ પક્ષ ભારતીય નાગરિકોની સરકારને ડેટા પ્રદાન કરશે જેમના ફ્લેટ અને એપાર્ટમેન્ટ  છે. આ મિલકતોમાંથી થતી કમાણીની વિગતો પણ આપવામાં આવશે જેથી સરકાર તેમના પર કોઈ કરજવાબદારી છે કે કેમ તે ચકાસી શકે.

આ ત્રીજી વાર છે જ્યારે ભારતને સ્વિત્ઝર્લેન્ડના નાગરિકોના બેંક ખાતાઓ અને નાણાકીય સંપત્તિવિશે માહિતી મળશે. પરંતુ પહેલી વાર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ સાથે સંબંધિત માહિતી શેર કરવામાં આવશે. જોકે, બિન-નફાકારક સંસ્થાઓમાં કરવામાં આવેલા યોગદાન અને આવી અન્ય સંસ્થાઓ ઉપરાંત ડિજિટલ ચલણમાં રોકાણને ઓટોમેટિક એક્સચેન્જ પ્રોગ્રામમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

ચાલુ મહિનામાં જે રિયલ એસ્ટેટના ખેરખાઓના નામ જાહેર થવાના છે તેમાં દેશના જાણીતા અને મોટા માથાઓના નામ હોઈ શકે છે. નામ ન આપવાની શરતે સ્વિસ બેન્કના એક અધિકારીએ જણાવ્યું કે કાળા નાણા દ્વારા અહીં એપાર્ટમેન્ટ અને બીજી પ્રોપર્ટી ખરીદનાર ભારતીયોના નામ જાહેર કરવામાં આવશે. 

(10:53 pm IST)