Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભારતનો વિરોધ એ જ અમારી રોજીરોટી : ' એન્ટી ઇન્ડિયા ચૂર્ણ ' સૌથી વધુ ખપે છે : ઇમરાન સરકારના મહિલા મંત્રી ફિરદૌસ આસિક અવાન ની નિખાલસ કબૂલાત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની નજીકના ગણાતા સાંસ્કૃતિક વિભાગના મહિલા મંત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતનો વિરોધ એ જ અમારી રોજીરોટી છે.તેમણે ઉમેર્યું હતું કે ' એન્ટી ઇન્ડિયા ચૂર્ણ  ' સૌથી વધુ ખપે છે . જે વ્યક્તિ ભારતની વધુમાં વધુ ટીકા કરી શકે છે તે વધુને વધુ ઉંચા પદ મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે પ્રાઈમ મિનિસ્ટર ખુદ દરરોજ ભારત વિરોધી નિવેદન આપતા રહે છે.તેથી તેમને રાજી રાખવા તેમના મંત્રી મંડળના પ્રધાનો પણ ભારતની ટીકા કરતા રહે છે.

(1:32 pm IST)