Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જો બિડને સ્પષ્ટ બહુમતી મેળવી છે : અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ મતો મેળવવાનો વિક્રમ સર્જ્યો છે : વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસનું ટ્વીટ

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા છે.તથા અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ મતો મેળવવાનો તેમણે  વિક્રમ સર્જ્યો છે .તેવું વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસે ટ્વીટ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની મત ગણતરી મુજબ જો બિડેનને  7.64  કરોડ મતો મળ્યા છે.જયારે ડોનાલ્ડ ટ્રમ્પને 7.17  કરોડ મતો મળ્યા છે.તેમજ પરાજિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ જુદી જુદી કોર્ટમાં બિડેનની જીતને પડકારી છે.

(1:51 pm IST)