Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચીનના શિનજિયાંગમાં મુસ્લિમ મહિલાઓ ઉપર થઇ રહેલા જોરજુલમ : કેફી પીણું પીવડાવી દુષ્કર્મ થઇ રહ્યા છે : શારીરિક અને માનસિક ત્રાસ અપાય છે : ચીનથી અમેરિકા આવેલા અને અમેરિકન નાગરિક બનેલા ઉઇગર મુસ્લિમ મહિલા રુશન અબ્બાસનો આક્રોશ

બેઇજિંગ : ચીનમાં મુસ્લિમોની વધુ વસતિ ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમ મહિલાઓ ઉપર જોરજુલમ થઇ રહ્યા છે.તેમને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરવામાં આવે છે.તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે.તેવો આક્રોશ ચીનથી અમેરિકા આવેલા અને અમેરિકન નાગરિક બનેલા ઉઇગર મુસ્લિમ મહિલા રુશન અબ્બાસે વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ચીનમાં ઉઇગર મુસ્લિમો ઉપર થઇ રહેલા જોર જુલ્મના સમાચારો વિશ્વ ભરમાં ફેલાઈ ગયા છે.તેમના ધાર્મિક સ્થાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા છે.તથા અમુક જગ્યાઓ ઉપર શૌચાલયો બનાવી દેવાયા છે.સમગ્ર વિશ્વમાં આ અંગે વિરોધ થઇ રહ્યો હોવા છતાં ચીનના સત્તાધીશોનું રૂંવાડું પણ ફરકતું નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:12 pm IST)