Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઇસ્લામી કટ્ટરવાદીઓ વિરુદ્ધ ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોની લાલ આંખ : ફ્રાન્સ જેવા દેશમાં કુંવારી યુવતીઓ માટે વર્જિનિટી સર્ટિફિકેટ જાહેર કરવાની જરૂર નથી : મુસ્લિમ રાષ્ટ્ર બાંગ્લાદેશમાં પણ આવા સર્ટિફિકેટ ઉપર પ્રતિબંધ છે : માનવ અધિકાર પંચે પણ ખતરનાક ગણાવ્યું હોવાનું મંતવ્ય

પેરિસ : ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોએ  મુસ્લિમ મહિલાઓ માટે લગ્ન પહેલા કરાતા  વર્જિનિટી સર્ટિફિકેટનો વિરોધ કરતા અને તેની સામે લાલ આંખ કરતા વિવાદ ઉભો થયો છે.

મેકરોએ કહ્યું હતું કે  ફ્રાન્સ જેવા દેશમાં કુંવારી યુવતીઓ માટે વર્જિનિટી સર્ટિફિકેટ જાહેર કરવાની જરૂર નથી . તેમણે ઉમેર્યું હતું કે મુસ્લિમ રાષ્ટ્ર બાંગ્લાદેશમાં પણ આવા સર્ટિફિકેટ ઉપર પ્રતિબંધ છે .એટલુંજ નહીં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક વખતે આવી વર્જિનિટી ટેસ્ટને અવૈજ્ઞાનિક, માનવાધિકારોના ઉલ્લંઘન સમાન અને આ પ્રક્રિયામાંથી પસાર થતી મહિલાઓ માટે ખતરનાક ગણાવી ચુક્યા છે. ફ્રાંસના ડોકટર અને મુસ્લિમ નારીવાદી સંસ્થાઓએ પણ વર્જિનિટી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાનો વિરોધ નોંધાવ્યો છે. જો કે કેટલાંક લોકો આવી ગેર માનવિય પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે અને વિરોધ કરનારાઓની સામે ખુલ્લીને પડ્યા છે. જ્યારે મેક્રોં આ મુદ્દે રાજનીતિ કરે છે તેવા આરોપો પણ કરવામાં આવી રહ્યાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)