Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જનતા માલિક છે, તેમણે એનડીએને બહુમતી આપી :પીએમ મોદીના સહયોગ બદલ આભાર

જેડીયુ નેતા નીતિશ કુમારે ટ્વીટ કરતા લખ્યુ, જનતા-જનાર્દનને નમન છે.

પટના :બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં NDAને મળેલી જીત પર મુખ્યમંત્રી નીતિશ કુમારે આભાર માન્યો છે. બિહાર ચૂંટણીમાં NDAને 125 બેઠક મળી છે. જેની માટે જનતાનો આભાર માનતા નીતિશ કુમારે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

જેડીયુ નેતા નીતિશ કુમારે ટ્વીટ કરતા લખ્યુ, “જનતા માલિક છે, તેમણે NDAને જે બહુમત આપ્યો છે, તેની માટે જનતા-જનાર્દનને નમન છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહેલા તેમના સહયોગ માટે આભાર માનું છું.

 

બિહાર ચૂંટણીમાં આ વખતે નીતિશ કુમારના નેતૃત્વ ધરાવતા NDAને 243 બેઠકમાંથી 125 બેઠક પર જીત મળી છે જેમાં 74 બેઠક ભાજપ, 43 બેઠક જેડીયુ, 4 બેઠક હિન્દુસ્તાન આવામ મોર્ચા અને ચાર બેઠક વીઆઇપીને મળી છે. આ રીતે NDAમાં ભાજપ સૌથી મોટા દળના રૂપમાં છે અને જેડીયુ બીજા નંબરની પાર્ટી છે.

વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલય પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જીતની શુભેચ્છા પાઠવી હતી, તેમણે કહ્યુ કે આ ચૂંટણી પરિણામોમાં ભાજપને, NDAને જનસમર્થન મળ્યુ છે. જેની માટે ભાજપ, NDAના લાખો કાર્યકર્તાઓ ભાઇ-બહેનોને જેટલી શુભેચ્છા પાઠવુ એટલી ઓછી છે. હું દરેક કાર્યકર્તા અને તેમના પરિવારજનોને હદયથી શુભેચ્છા આપુ છું.

(12:00 am IST)