Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

તિબેટના આધ્યાત્મિક નેતા દલાઇ લામાને ભારત રત્નથી સમ્માનિત કરો:ભાજપના નેતાએ લખ્યો વડાપ્રધાનને પત્ર

હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમારે પત્રમાં તિબેટના વિષયને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉઠાવવા પણ માંગ કરી

 

નવી દિલ્હી : ભાજપના નેતા અને હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તિબેટના આધ્યાત્મિક નેતા દલાઇ લામાને ભારત રત્નથી સમ્માનિત કરવા રજૂઆત કરી છે

  શાંતાકુમારે પીએમ મોદીને પત્ર લખીને બે માંગ કરી છે જેમાં ધર્મગુરૂ દલાઇ લામાને ભારત રત્નથઈ સમ્માનિત કરવુ અને સિવાય તિબેટના વિષયને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉઠાવવાનું સામેલ છે. શાંતા કુમારનું કહેવુ છે કે દલાઇ લામા વિશ્વમાં સૌથી વધુ સમ્માનિત આધ્યાત્મિક નેતા છે.

  શાંતા કુમારે લેટરમાં એવુ પણ લખ્યુ છે કે તેમને સમ્માનિત કરીને ભારત પણ સમ્માનિત થશે કારણ કે દલાઇ લામાને વિશ્વના સૌથી મોટો નોબેલ પુરસ્કાર મળ્યો છે. સિવાય ઘણા અન્ય દેશો પણ સર્વોચ્ચ પુરસ્કારથી સમ્માનિત કરી ચુક્યા છે.

  પહેલા બિહાર ચૂંટણીના પરિણામો પર તિબેટના ધર્મગુરૂ દલાઇ લામાએ નીતિશ કુમાર અને તેમના ગઠબંધનને જીતની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યુ કે હું પ્રાર્થના કરીશ કે આગળ પણ જે પડકાર હશે, તે પુરા થાય, બિહારના લોકોની આશા પણ પુરી થાય.

  પહેલા કાંગડાના ભાજપના સાંસદ કિશન કપૂરે કેન્દ્રને તિબેટના આધ્યાત્મિક નેતા દલાઇ લામાને દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન આપવાની માંગ કરી હતી, સાથે સાંસદે એમ પણ કહ્યુ કે ચીનથી તિબેટની સ્વતંત્રતાનું આહવાન કરવુ જોઇએ.

 

(11:08 pm IST)