Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચીને હોંગકોંગમાં લોકશાહી તરફી ચાર સંસદસભ્યોને ગેરલાયક ઠેરવતા અન્ય સાંસદોએ રાજીનામાં ફગાવ્યા

હૉંગકૉંગની આઝાદીની ચળવળને અટકાવવા ચીનની કાર્યવાહી

 

નવી દિલ્હી : હૉંગકૉંગમાં લોકશાહી તરફથી ચાર સંસદ સભ્યોને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યા છે. જેથી અન્ય લોકશાહી તરફી સાંસદોએ પણ રાજીનામા ફગાવ્યા છે દેશની દેશની સુરક્ષા માટે ભય ગણાતા રાજનેતાઓને ગેરલાયક ઠેરવવાની સરકારને સત્તા બિજિંગે આપ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીન દ્વારા હૉંગકૉંગની આઝાદીની ચળવળને અટકાવવા માટે તાત્કાલિક પગલું ભરવામાં આવ્યું છેચીનની નેશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટી દ્રારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે સાંસદો હૉંગકૉંગની આઝાદીની ચળવળનું સમર્થન કરશે,

 ચીનના સાર્વભૌત્મવનો અસ્વીકાર કરશે અને વિદેશી તાકાતને આંતરિક બાબતોમાં દખલગીરી કરવા કહેશે અથવા બીજી રીતે રાષ્ટ્રીય સુરક્ષાને તકલીફ કરશે તો તેમને ગેરલાયક ઠેરવી શકાશે.તેણે હૉંગકૉંગની સરકારને પરવાનગી આપી છે કે તે કોર્ટમાં ગયા વિના પણ સાસંદોને સીધા કાઢી શકે છે.

સિવિક પાર્ટીના એલ્વિન યેંગ, ક્વોક કા-કી અને ડેનિસ ક્વોક અને પ્રોફેશનલ ગીલ્ડના કેન્નેથ લીન્ગને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

 

(11:43 pm IST)