Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજકોટ શહેર - જીલ્લામાં આજે કોરોનાથી ૪ મોતઃ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ૨૧૭૩ બેડ ખાલી

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી ૫ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા. ૧૨: શહેર અને જીલ્લામાં  વેશ્વિક મહામારી કોરોનાથી  આજે  વધુ ૪ દર્દીનું મોત થયુ છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક  મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૧નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૨ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૪ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ- નોન કોવીડ થી શહેર-જીલ્લામૉ ૪નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૫  પૈકી એક  ૫ણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૭૩ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

(10:18 am IST)