Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શિયાળામાં કેરી : મુંબઇમાં આવ્યા ૧૪૦૦ કાર્ટુન : ભાવ છે કિલોનો ૭૦૦થી ૯૦૦ રૂા

ઉનાળામાં મળનાર કેરી હવે ઠંડીમાં પણ ખાઇ શકાશે

નવી દિલ્હી,તા.૧૨:શું તમે તાજા અલ્ફાંસો કેરી ખાવાનું પસંદ કરશો તો તે પણ ડિસેમ્બર મહિનામાં? જો તમે એક કેરી ખાવા માટે એક મોટી રકમ ખર્ચ કરવા માટે તૈયાર છો, તો તમે સરળતાથી ખરીદી શકો છો. ઉનાળાની ગરમીમાં મળનાર કેરી તમે ડિસેમ્બરમાં પણ ખાઇ શકો છો. જોકે તાજા અલ્ફાંસો કેરી ના ૧૪૦૦ કાર્ટૂન નવી મુંબઇના એપીએમસી માર્કેટમાં પહોંચી ગયા છે. આ કેરી પૂર્વી આફ્રીકા દેશ મલાવીથી મંગાવવામાં આવી છે.

ડિસેમ્બરમાં અલ્ફાંસો કેરી તમને મહારાષ્ટ્રમાં મળી જશે. હાપુસના રૂપમાં ઓળખાતી અલ્ફાંસો ફાઇબર ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ના ફકત પોતાના સ્વાદ માટે, પરંતુ સુગંધ માટે જાણિતી છે. મલાવીએ ૧૫૦૦ એકરમાં ફેલાયેલા કેરીના છોડ ઉગાડવામાં આવ્યા હતા. જે મુંબઇના રત્નાગિરી જિલ્લાથી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ કેરી મુંબઇના બજારોમાં પહોંચી ગઇ છે. આ કેરી  મુંબઇના જથ્થાબંધ બજારમાં ૭૦૦ રૂપિયાથી માંડીને ૯૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઇ રહી છે.

મલાવીની મૌસમ કોંકણ ક્ષેત્ર સમાન છે, એટલા માટે અલ્ફાંસો કેરી ડિસેમ્બરમાં ઉપલબ્ધ થઇ જાય છે. વિશેષજ્ઞોનું માનીએ કે આ કેરીનો સ્વાદ કોંકણ વિસ્તારમાં મળનાર જયૂસ જેવો હોય છે. મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ, પાલઘર, ઠાણે અને રાયગઢ જિલ્લાના અલ્ફાંસોને ૨૦૧૮જ્રાક્નત્ન ભૌગોલિક સંકેત ટૈગ આપવમાં આવી છે.

ભારતમાં સૌથી પહેલાં ૨૦૦૪માં દાર્જીંલિંગ ચાને જીઆઇ ટૈગ પ્રાપ્ત થયા હતું. ભારતના કુલ ૩૨૫ ઉત્પાદકોને જીઆઇ ટૈગ મળી ગયું છે. દાજીર્લિંગ ચા, મહાબલેશ્વર સ્ટ્રોબેરી, જયપુરની બ્લૂ પોટરી, બનારસી સાડી અને તિરૂપતિ લાડવા તે ઉત્પાદનોની યાદીમાં સામેલ થાય છે.

(10:34 am IST)