Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસેઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત

રાજયમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી,તા. ૧૨: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. ૨૫ અને ૨૬ નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજયમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભા સ્પિકર હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ વર્ચ્યુઅલ સંબોધન કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે. જેથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને તેનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાતે આવશે. ૨૫ નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે.

ત્યારબાદ ૨૬ નવેમ્બરના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ સ્પિકર ફોન્ફરન્સમાં હાજરી આપશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળશે. ગુજરાતમાંથી પણ વિધાનસભા અધયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજયપાલ પણ હાજરી આપશે. આ ગુજરાત માટે મહત્વની સ્પીકર કોન્ફરન્સ ગણાશે. જેથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના મહેમાન બનશે.

ઉલ્લેખનીય છે કે, ૩૧ ઓકટબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેન સર્વિસના ઉદ્ઘાટન માટે આવ્યા હતા અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ નવરાત્રિ બાદ આજે ફરીથી ગુજરાત આવશે. તેઓ ભૂજના માતા મઢવાળીના દર્શન કરશે.

(10:35 am IST)