Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિલ્હીમાં કોરોનાની ડરામણી સ્પીડ : પહેલીવાર ૧ દિવસમાં ૮,૦૦૦થી વધુ કેસ : ૮૫ના મોત

પાટનગરમાં પ્રદૂષણ અને કોરોના એમ બે સંકટઃ હવા ઝેરી હોવાની સાથે કોરોનાના મામલાઓએ પણ રેકોર્ડ તૂટી રહ્યા દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા સાડા ચાર લાખથી પાર છે

નવી દિલ્હી,તા. ૧૨: દિલ્હીમાં કોરોના વાયરસ બિહામણું રુપ લઈ રહ્યો છે. નવેમ્બરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮૫૯૩ નવા કેસ દાખલ થયા છે. જે એક દિવસમાં નોંધાતા કેસમાં અત્યાર સુધીના સૌથી વધારે છે. આ મહામારીથી એક દિવસમાં ૮૫ લોકોના મોત થયા છે. જયારે ૭૨૬૪ દર્દીઓ સાજા થયા છે. આ પહેલા સોમવારે ૭૮૩૦ કેસ સામે આવ્યા હતા.

દિલ્હી હાલમાં પ્રદૂષણ અને કોરોના એમ બે સંકટ સામે લડી રહ્યું છે. દિલ્હીમાં હવા ઝેરી હોવાની સાથે કોરોનાના મામલાઓએ પણ રેકોર્ડ તુટી રહ્યા છે. રોજના દાખલ થતા કોરોનાના કેસની સાથે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. જેણે ચિંતામાં વધારો કર્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા સાડા ચાર લાખની પાર છે. જયારે ૭૨૨૮ લોકોના મોત નિપજયા છે.

ઉલ્લેનીય છે કે દિલ્હીમાં ૧ નવેમ્બરથી ૯ નવેમ્બર સુધી ૫૮૧ લોકોના કોરોનાથી મોત થઈ ચૂકયા છે. જયારે  ૧ ઓકટોબરથી ૩૧ ઓકટોબર સુધી દિલ્હીમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાના આંકડા ૧૧૨૪ હતા. સપ્ટેમ્બર મહિનામાં ઓકટોબરની સરખામણીએ કેટલીક ઓછી મોત હતી. ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર  સુધી દિલ્હીમાં ૯૧૭ લોકોના કોરોનાને લીધે જીવ ગયા છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઓગસ્ટમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ ઓછા હતા. દિલ્હીમાં ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી કોરોનાથી ૪૫૮ લોકોના મોત થયા છે. (૨૨.૨)

દિલ્હીમાં શું છે સ્થિતિ

સંક્રમણનો દર -૧૩.૪ ટકા

રિકવરી રેટ -૮૯.૧૬ ટકા

સક્રિય દર્દીઓનો દર ૯-૨૬ ટકા

કોરોના ડેથ રેટ ૧.૫૭ ટકા

હોમ આઈસોલેશન ૨૪,૪૩૫

અત્યાર સુધીના કુલ ટેસ્ટ - ૫૨,૬૨,૦૪૫

(10:37 am IST)