Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોરોના સામે જંગ

WHOએ મોદીના પ્રયાસોને વખાણ્યા

નવી દિલ્હી, તા.૧૨: PM મોદી અને WHOના મહાનિર્દેશક ટી.એ. ગ્રેબેયેસસે કોરોના મહામારીથી બચવા માટે સંયુકત રીતે વૈશ્વિક સ્તરે બુધવારે એક ચર્ચા કરી. આ દિશામાં આધુનિક ચિકિત્સા પદ્ઘતિની સાથે સાથે પારંપરિક ઔષધીઓને સામેલ કરવા માટે તેઓ રાજી થયા હતા. મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ સાથે ફોન પર વાત કરી અને મહામારીની સામે લડવા માટે સંગઠનની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી.

પીએમ મોદીએ આ વાત પર પણ જોર આપ્યું કે અન્ય બીમારીની વિરુદ્ઘની લડાઈથી ધ્યાન હટવું જોઈએ નહીં. સાથે તેઓએ વિકાસશીલ દેશમાં સ્વાસ્થ્ય પ્રણાલીને સંગઠનની સાથે મદદની મહત્તાની પણ પ્રશંસા કરી. પીએમ કાર્યાલયે કહ્યું કે WHOના પ્રમુખે સંગઠન અને ભારતીય સ્વાસ્થ્ય પ્રાધિકરણની વચ્ચે લગભગ નિયમિત અને નજીકની ભૂમિકા પર ભાર આપ્યો અને સાથે આયુષ્માન ભારત અને ક્ષયરોગની વિરુદ્ઘના અભિયાન જેવા ઘરેલૂ પગલાંની પણ પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્યના સંબંધમાં ભારતે મહત્વની ભૂમિકા નિભાવવાની છે.

 નિવેદનમાં કહેવાયું છે કે પીએમ મોદી અને ડબલ્યૂએચઓના પ્રમુખની વચ્ચે પારંપરિક ઔષધિ પ્રણાલીને લઈને પણ સકારાત્મક ચર્ચા થઈ છે. ખાસ કરીને દુનિયાભરના લોકોના સ્વાસ્થ્યને સારા કરવા માટે તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાને લઈને વાતચીત થઈ છે.

 પીએમ મોદીએ વાતચીતમાં સંગઠનના પ્રમુખને કહ્યું કે કોરોનાને માટે આયુર્વેદ થીમ પર આધારિત ૧૩ નવેમ્બરે દેશમાં આયુર્વેદ દિવસ ઉજવાશે. ટ્વિટ કરીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે અનેક વાતો અને પ્રયાસો માટે પીએમ મોદીને ધન્યવાદ કર્યા છે.

(10:51 am IST)