Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આરોપી સુરપ્રીતસિંહ અને સૂરજીતસિંહ ઉપર વધુ સુનાવણી ૧૮ મીએઃ પરિવારની ફાંસીની માંગ

પંજાબમાં ૬ વર્ષની માસુમ બાળકી સાથે થયેલ દુષ્કર્મ અને સળગાવી દેવાનો મામલો

અમૃતસર તા. ૧ર : હોશીયારપુર જીલ્લાના ટાંડા પાસેના એક ગામમાં ર૧ ઓકટોબરના રોજ ૬ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ સળગાવીને હત્યા કરવાના આરોપમાં સુરપ્રીતસિંહ, સુરજીતસિંહની સુનાવણી કરવામાં આવેલ. જેમાં સુરજીતસિંહ વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર કરાયેલ જયારે સુરપ્રીતસિંહ બિમાર હોવાથી હાજર થયેલ નહી. આ મામલાની વધુ સુનાવણી ૧૮ મીએ કરાશે. પોલીસને કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આગલી સુનાવણીમાં બન્નેને વિડીયો કોન્ફરન્સથી હાજર રખાય. પરિવારે ફાંસીની માંગ કરી છે.

(10:52 am IST)