Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બિહાર સત્તાના ખેલઃ તેજસ્વીએ પણ સરકાર રચવાના પાસા ફેંકયાઃ ખુટતી ૧ર બેઠકોના પ્રયાસ

રાજદએ નાના-નાના પક્ષો-અપક્ષોનો સંપર્ક સાધ્યો

નવી દિલ્હી તા. ૧રઃ બિહારમાં રાજદને ૧૧૦ બેઠકો મળી છે. બહુમતી માટે ૧રર બેઠકો જોઇએ ખુટતી ૧ર બેઠકો મેળવવા રાજદએ તૈયારી શરૂ કરી હોવાનું જણાય છે.

રાજદના નેતૃત્વવાળુ ગઠબંધન મહાગઠબંધને હજુ શસ્ત્રો મ્યાન નથી કર્યા. રાજદએ ખુટતી ૧ર બેઠકો મેળવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી છે. આ માટે રાજદએ વીઆઇપી અને હામ પક્ષનો સંપર્ક આદર્યા છે. પક્ષ હૈદ્રાબાદના સાંસદ ઓવૈસી સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ઓવૈસીની પ અને વીઆઇપી-હામની ૪ બેઠકો મહાગઠબંધનના હિસ્સામાં આવે તો વાત બની શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી સુધી કોઇ સરકારાત્મક પ્રતિભાવ નથી મળ્યો પણ રાજદએ દરવાજા ખુલ્લા રાખ્યા છે.

વીઆઇપી અને હામના નેતાઓએ પુષ્ટી કરી છે કે, રાજદએ અમારો સંપર્ક સાધ્યો છે ડે. સી.એમ. અને મંત્રીપદની ઓફર થઇ છે જો કે આ બંને પક્ષ એનડીએ સાથે છે.

(11:25 am IST)