Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાનું કોરોનાથી નિધન

થોડા દિવસો પહેલા જ પત્નીનું થોડા દિવસો પહેલા જ હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું.

નવી દિલ્હી : ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાનું  કોરોનાથી અવસાન થયું છે, તેમની  દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં  કોવિડ-19 ની સારવાર ચાલતી હતી. અલમોરા જિલ્લાની સલ્ટ વિધાનસભાથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની પત્નીનું થોડા દિવસો પહેલા જ હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું.

 સલ્ટથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાના નિધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે શોક વ્યક્ત કરતાં કહ્યું, તેઓ અમારા યુવા, ઉર્જાવાન કાર્યકર્તા અને ધારાસભ્ય હતા. તેઓ દરેક વર્ગમાં લોકપ્રિય હતા. તેમના નિધનથી પાર્ટી તથા સમાજને બહુ મોટી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અમારી પૂરી પાર્ટી આ દુઃખના સમયમાં તેમના પરિવાર સાથે છે.

(12:05 pm IST)