Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જાન્યુઆરીમાં કોંગે્રસના અધ્યક્ષ બનશે રાહુલ

રાષ્ટ્રીય અધિવેશન યોજાશે : પક્ષે નવા અધ્યક્ષની તૈયારી શરૂ કરી

નવી દિલ્હી,તા.૧૨ : કોંગ્રેસે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તૈયારી શરુ કરી દીધી છે. જાણકારી મુજબ ડિસેમ્બરમાં અધ્યક્ષ પર માટે ચૂંટણી પ્રક્રિયા શરુ થશે. ડિસેમ્બરમાં જ કાર્યસમિતિની બેઠકમાં રાહુલના નામનો પ્રસ્તાવ રજૂ થશે. આ બાદ જાન્યુઆરીમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને રાહુલના નામ પર મોહર લાગશે.

અધિવેશનમાં નવા કાર્યસમિતિના ૧૨ સભ્યોની પણ પસંદગી કરવામાં આવશે. ત્યારે અન્ય ૧૨ સભ્ય પસંદ કરવાનો અધિકાર નવા અધ્યક્ષને રહેશે. પાર્ટી સૂત્રોના જણાવ્યાનુંસાર અધ્યક્ષની પસંદગીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને આને ટાળવામાં નહીં આવે. ત્યારે રાહુલના સમર્થક નેતા પણ આશ્વત છે કે બિહારમાં તથા અનેક રાજયોની પેટા ચૂંટણીના પરિણામોને સંગઠનના નેતૃત્વને ન જોડવા જોઈએ.

 રાહુલના નેતૃત્વમાં પાર્ટીએ અનેક રાજયોમાં ચૂંટણી જીતી છે. આ પહેલા કોંગ્રેસના ૨૩ નેતાઓના નેતૃત્વની વિરુદ્ઘ ખુલ્લો પત્ર લખી ચૂકયા બાદ સોનિયા ગાંધીની કાર્યસમિતીની બેઠકમાં પદ છોડવાની રજુઆત કરી હતી. ઘણી સમજાવટ બાદ નેકસ અધ્યક્ષની ચૂંટણી સુધી તે પદ સંભાળવા માટે તૈયાર થયા હતા. હાલમાં કોરોનાના નિયમમાં થોડી ઢીલ મળ્યા બાદ પાર્ટી કાર્યસમિતીની બેઠક બોલાવીને તે નિર્ણય લેવા માંગે છે.

 પાર્ટીની અંદર મોટો વર્ગ રાહુલ ગાંધીના પક્ષઘર છે. પરંતું એક મહિના પહેલા બનેલી વર્તમાન કાર્યસમિતિમાં હજું પણ એ નેતા સામિલ નથી. જેમને પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કાર્યસમિતિની બેઠક મહત્વપૂર્ણ રહેશે. ત્યારે જો રાહુલ ગાંધી ચૂંટણી કરાવવા પર અડેલા રહેશે તો કાર્યસમિતિ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.

(2:42 pm IST)