Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કાયદો હોવા છતા રાજસ્થાનમાંથી ઉંટોની તસ્કરી ઘટતી નથી

રણ પ્રદેશમાં ઉંટોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે : ર૦૧રમાં ૩.રપ લાખ ઉંટો હતા, જયારે હાલ ર.૧૩ લાખ બચ્યા છે

બાડમેરઃ ઉંટોની તસ્કરી અને બહાર લઇ જવાની રોક અને ઉપયોગીતામાં કમી આવવાથી રાજસ્થાનમાં રણના જહાજના અસ્તીત્વ ઉપર સંકટ આવવા લાગ્યુ છે. ઉંટોના વધ ઉપર અંકુશ માટે રાજયમાં કાર્યો લાગુ થવા છતા તસ્કરી રોકાઇ નથી રહી.

તસ્કરીના કારણે હવે તેમના અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થયું છે. હાલમાં જ ધરપકડ કરાયેલ તસ્કરો પાસેથી માહીતી મળેલ કે હરીયાણાના રસ્તે રાજસ્થાનના ઉંટ બહાર જઇ રહયા છે. તસ્કરો ઉંટોને પશુમેળામાંથી ખરીદી કરી તસ્કરી કરે છે. ત્યાર બાદ તેઓ હરીયાણામાં પ્રવેશી જાય છે.

ઉંટોનો ઉપયોગ ઘટવાના મુખ્ય કારણોમાં ઉંટોનો ખેતીમાં ઉપયોગ ન થવો, પરીવહનના સાધનમાં ઘટાડો, રાજય પશુનો દરજ્જો મળ્યા છતા સંરક્ષણ નથી અને ઉંટ પાલકો પણ ઉંટોને છુટા મુકી દે છે તે મુખ્ય કારણ છે.

(2:44 pm IST)