Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાઃ હાઉસીંગ ક્ષેત્રે ટેક્ષ રાહતનું એલાન

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા મોદી સરકારે જાહેર કર્યુ વધુ એક રાહત પેકેજ : રાહત પેકેજ ૩.૦નું એલાન કરતા નાણામંત્રી નિર્મલા સીતારામન : રોજગારી ઉભી કરતી યોજનાનું લોન્ચીંગઃ ૧પ૦૦૦થી ઓછા પગારવાળા કર્મચારીઓને લાભ : સરકાર બે વર્ષ સુધી પીએફનું અંશદાન ભોગવશેઃ ૧૨ ટકા કર્મચારી અને ૧ર ટકા માલીકનો હિસ્સો કેન્દ્ર ભોગવશેઃ ર૬ સેકટર્સ માટે નવી ક્રેડીટ સપોર્ટ સ્કીમ જાહેરઃ સરકારે ઇમરજન્સી ક્રેડીટ લાઇન ગેરંટી સ્કીમ ૩૧ માર્ચ સુધી લંબાવીઃ કન્સ્ટ્રકશન અને ઇન્ફ્રા કંપનીઓને રાહત

નવી દિલ્હી, તા. ૧૨: કોરોના સંકટમાં અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારામને રોજગારીની તકો વધારવા માટે 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના'ની  જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે હાઉસીંગ ક્ષેત્ર માટે પણ રાહતનું એલાન કર્યુ છે. હાઉસીંગ ક્ષેત્રે ઇન્કમ ટેક્ષમાં રાહત આપી છે. જેમાં ફાયદો ઘર બનાવવાવાળા અને ખરીદનાર બંન્નેને મળશે. રોજગાર યોજના  હેઠળ દેશમાં ઝડપથી નોકરીઓની તકો વધશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠીત ક્ષેત્રમાં વધુ રોજગાર ઉત્પન્ન થશે. અસંગઠીત ક્ષેત્રને પણ સંગઠીત કરવા પર કામ મળશે. આત્મનિર્ભર ૩.૦ હેઠળ તેમણે કુલ ૧ર મુદઓની જાહેરાત કરી હતી.

નાણામંત્રીએ કહયું હતું કે, સંગઠીત ક્ષેત્રમાં રોજગારને વેગ મળશે. ઇપીએફઓ હેઠળ જોડાયેલા કર્મચારીઓને આનો ફાયદો મળશે. આનાથી એવા લોકોને પણ ફાયદો મળશે જેઓ પહેલા ઇપીએફઓ સાથે જોડાયેલા નહોતા કે તેમની નોકરી ૧લી માર્ચથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં નોકરી ગઇ હોય. આ યોજના ૧લી ઓકટોબર ર૦ર૦ થી લાગુ થશે. જે ૩૦ જુન ર૦ર૧ સુધી લાગુ રહેશે. નવા કર્મચારી ઇપીએફઓ માન્ય સંસ્થામાં કામ કરવાનું શરૂ કરે અને ૧પ૦૦૦ રૂ.થી ઓછો પગાર મળતો હોય તો તેને આ યોજનાનો લાભ મળશે. આત્મનિર્ભર ૩.૦ નું તેમણે એલાન કર્યુ હતું.

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનુંલક્ષ્યાંક છે કે વધુમાં વધુ કર્મચારી ઇપીએફઓ સાથે જોડાઇ અને પીએફનો ફાયદો ઉઠાવે. સરકાર બે વર્ષ સુધી ૧૦૦૦ કર્મચારીઓ વાળી સંસ્થાઓને નવી ભરતીવાળા કર્મચારીઓના પીએફનો પુરો ર૪ ટકા હિસ્સો સબસીડી તરીકે આપશે. ૧૦૦૦ થી વધુ કર્મચારીઓ વાળી સંસ્થામાં નવા કર્મચારીના ૧ર ટકા પીએફ યોગદાન પર સરકાર ર વર્ષ સુધી સબસીડી આપશે.

નાણામંત્રીએ હાઉસીંગ ક્ષેત્ર માટે રાહત જાહેર કરી છે. જે હેઠળ ઇન્કમ ટેક્ષમાં રાહત મળશે. હાઉસીંગ ક્ષેત્રમાં આ ફાયદો ઘર બનાવનાર અને ખરીદનાર બંન્નેને મળશે. ઘર વેચવામાં પહેલા જયાં સર્કલ રેટ અને વેલ્યુ રેટમાં ૧૦ ટકાની છુટને વધારીને હવે ર૦ ટકા કરવામાં આવી છે. એટલે કે પ્રોપર્ટીની વેલ્યુ ઘટવા છતા કોઇ ઘર સર્કલ રેટને કારણે વેચાતા નહોતા ત્યાં હવે ર૦ ટકાની છુટ આપવામાં આવી છે કે જેથી હવે ઘર વેચાઇ શકે અને લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે. આ સ્કીમ ૩૦ જુન ર૦ર૧ સુધી ચાલુ રહેશે.

ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ડેટ ફાયનાન્સ માટે જોગવાઇ તરીકે ૬૦૦૦ કરોડની સહાય મળશે. આ ઉપરાંત કન્ટસ્ટ્રકશન અને ઇન્ફ્રા  કંપનીઓને પુંજી અને બેંક ગેરંટીની મુશ્કેલી હતી તે હવે ઓછી થઇ છે. બેંક ગેરંટી માટે તેઓએ ૧૦ ટકાની પરફોમન્સ સિકયુરીટી આપવી પડતી હતી પરંતુ હવે ઓછી દેવી પડશે. સરકારે તે ૩ ટકા કરી છે. કે જેથી ેતેઓની પાસે કામ કરવાને લાયક પૈસા રહે. આનો ફાયદો એવી કંપનીઓને મળશે જેમના પ્રોજેકટ પર કોઇ કેસ ન હોય. આ સ્કીમ ૩૧ ડીસેમ્બર ર૦ર૧ સુધી લાગુ રહેશે.

આજે રાહત પેકેજમાં સરકારે કોવીડ-૧૯ મહામારી વચ્ચે સૌથી વધુનુકશાન સહન કરનાર ર૬ સેકટર માટે ક્રેડીટ ગેરેન્ટી સપોર્ટ સ્કીમનું એલાન કર્યુ છે. સરકારે ૩ લાખ કરોડ રૂપીયાની ઇમરજન્સી ક્રેડીટ લાઇન ગેરંંટી સ્કીમ ૩૧ માર્ચ ર૦ર૧ સુધી લંબાવી છે.

નાણામંત્રીએ કહયું હતું કે ઇમરજન્સી ક્રેડીટ લાઇન ગેરેન્ટી સ્કીમની મુદત વધારવામાં આવી છે. હવે આ યોજનાનો લાભ ૩૧માર્ચ ર૦ર૧ સુધી મળશે. તેમણે કહયું હતું કે આ સ્કીમ હેઠળ ૬૧ લાખ લોકોને લાભ મળ્યો છે.

નાણામંત્રીએ કહયું હતું કે હાલના આંકડાઓ અર્થતંત્રમાં સુધારાનો સંકેત આપે છે. જીએસટી કલેકશન સારૂ થયું છે. રીઝર્વ બેંકે એવો સંકેત આપ્યો છે કે ત્રીજા કવાર્ટરમાં અર્થતંત્ર પોઝીટીવ જીડીપી મેળવી શકશે. મુડીઝે ભારતનું રેટીંગ સુધાર્યુ છે. રેલ્વેમાં માલ-સામાનની હેરફેર ર૦ ટકા વધી છે. બેંકોના લોન આપવામાં પ ટકાનો વધારો થયો છે.

પત્રકાર પરીષદમાં તેમણે કહયું હતું કે આત્મનિર્ભર ભારત હેઠળ લેવાયેલા પગલાથી મજુરોને ફાયદો થયો છે. ખેડુતોને રાહત આપવાના પ્રયાસોના પરીણામો સારા આવ્યા છે. બેંકોએ ૧પ૭.૪૪ લાખ ખેડુતોને કિસાન ક્રેડીટ કાર્ડ આપ્યા છે. દેશમાં રોકાણ વધી રહયું છે. આયકર વિભાગે સક્રિયતા અને ઝડપ દાખવી ૧.૩ર લાખ કરોડનું રીફંડ આપ્યું છે.

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ ૧.પ૯ લાખ સંસ્થાઓને ૮૩૦૦ કરોડ રૂ.નો લાભ અપાયો આનાથી ૧.ર૧ કરોડ લોકોને લાભ થયો.

તેમણે કહયું હતું કે, સરકારની નવી યોજનાથી ૯પ ટકા સંસ્થાઓને લાભ થશે અને કરોડો કર્મચારીઓને ફાયદો થશે.

પેકેજની જોગવાઈઓ......

ખાતરની સબ્સિડી માટે ૬૫ હજાર કરોડની વ્યવસ્થા

નવી દિલ્હી, તા.૧૨ : કોરોના વાયરસના પગલે દેશ સહિત વિશ્વભરનું અર્થતંત્ર બગડી ગયું છે. તમામ દેશોની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. વિવિધ દેશો વિવિધ યોજનાઓ અને રાહત પેકેજના પગલે ફરી તંત્રને ઉભુ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભારત પણ જલદીથી બેઠું થઈ રહ્યું છે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં લોકોને મુશ્કેલી પડે અને સહાયતા મળી રહે તે હેતુથી વિવિધ યોજનાઓ અને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે. પેકેજની જોગવાઈઓ નીચે મુજબ છે.

*          પીએમ ગરીબ કલ્યાણ યોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની વધારાની વ્યવસ્થા. તેનો ઉપયોગ મનરેગા કે ગ્રામ સડક યોજના માટે કરી શકાશે.

*          ખેડૂતોને ખાતરની સબ્સિડી આપવા માટે ૬૫ હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

*          અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકારના પગલાંથી ફાયદો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં થઈ પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે. તેઓએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત રિકવરી થઈ રહી છે. અનેક સંતકો વાતને દર્શાવી રહ્યા છે.

*          નાણા મંત્રીએ કહ્યું કે, રેટિંગ એજન્સી મૂડીઝે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ માટે ભારતના જીડીપી ગ્રોથના પોતાના અનુમાનને વધારી દીધું છે. સાથોસાથ રેટિંગ એજન્સીએ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે પણ દેશના જીડીપી ગ્રોથનું અનુમાન વધારી દીધું છે. મૂડીઝે વર્ષ ૨૦૨૦ માટે ભારતના જીડીપી ગ્રોથનો પોતાનો અનુમાનને વધારીને -. ટકા કરી દીધો છે. પહેલા -. ટકા હતો

*          નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે, જીએસટી સંગ્રહ વધ્યો છે. ઓક્ટોબર મહિનામાં વાર્ષિક આધાર પર ૧૦ ટકાની તેજી આવી છે. બેંક ક્રેડિટમાં ૨૩ ઓક્ટોબર સુધીની તેજી આવી છે.

*          આત્મનિર્ભર ભારત . વિશે જણાવતા તેઓએ કહ્યું કે, ૨૮ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોનાની સાથે આવ્યા છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૨૬. લાખ લોનની ફાળવણી કરવામાં આવી છે.

(7:43 pm IST)